• Home
  • News
  • ફિલ્મ 'એનિમલ' માટે રણબીર કપૂરે અડધી ફી લીધી, જાણો કારણ
post

રણબીર કપૂર એક ફિલ્મ માટે 70 કરોડ રૂપિયા ચાર્જ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-30 18:09:04

બોલીવુડ એક્ટર રણબીર કપૂર વર્ષમાં ઓછી ફિલ્મો માટે ઓળખાય છે. પરંતુ તે જ્યારે પણ કોઈ ફિલ્મમાં કામ કરે છે ત્યારે ધમાકો ચોક્કસ થાય છે. રણબીરની એક્ટિંગ અને તેનો અંદાજ કંઈક એવો છે કે, ચાહકો તેમના ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોતા હોય છે. તાજેતરમાં જ રણબીર કપૂરની ફિલ્મ  'એનિમલ'નું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરને ચાહકોનો સારો રિસપોન્સ મળી રહ્યો છે. આમ તો રણબીર કપૂર એક ફિલ્મ માટે તગડી ફી લે છે પરંતુ એક અહેવાલ પ્રમાણે આ ફિલ્મ માટે તેણે વધુ પૈસા નથી લીધા.

રણબીર કપૂરની વાત કરીએ તો એક્ટરની માર્કેટ વેલયુ સારી છે અને તેની ફિલ્મો પણ સારી કમાણી કરે છે. રણબીર કપૂર એક ફિલ્મ માટે 70 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ફિલ્મ માટે પણ તેની ફી લગભગ એટલી જ હતી પરંતુ તેમણે પોતાની પૂરી ફી લેવાનો ઈઈનકાર કરી દીધો છે. આના પાછળનું કારણ પણ સામે આવ્યું છે.

આ ફિલ્મને કમ્પલીટ કરવામાં પ્રોડ્યૂસર્સ અને ડાયરોક્ટર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મનને અપેક્ષા પ્રમાણે શૂટ કરવા માટે અને પોસ્ટ પ્રોડક્શન પૂરું કરવા માટે ઘણા પૈસા ખર્ચાયા હતા. મોટા ફિલ્મી પરિવારમાંથી હોવાના કારણે રણબીર પોતે આ સમજી ગયો અને તેની અડધી ફી માફ કરી દીધી. રણબીર કપૂરના આ નિર્ણયના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

ફિલ્મ એનિમલની વાત કરીએ તો ચાહકો તેના ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યા છે અને રણબીર કપૂરને આ નવા અવતારમાં જોવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે નજર આવશે. આ ઉપરાંત ફિલ્મમાં બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી, શરત સક્સેના, અનિલ કપૂર અને સૌરભ શુક્લા જેવા કલાકારો નજર આવશે. આ ફિલ્મ 1 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થશે.


adv

Related News

post
post
post
post
post
post
post