• Home
  • News
  • BJP નેતા શાહનવાઝ પર નોંધાશે રેપનો કેસ:દિલ્હી હાઇકોર્ટે કહ્યું- પોલીસ તપાસમાં બેદરકારી, FIR નોંધીને 3 મહિનામાં જ તપાસ પૂરી કરવામાં આવે
post

જસ્ટિસ આશા મેનને સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેમની કાર્યવાહીમાં બેદરકારી દેખાય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 18:21:45

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ આદેશ 2018માં ભાજપનેતા પર લાગેલા રેપના આરોપને લઈને આપવામાં આવ્યો છે. HCએ પોલીસને કહ્યું હતું કે પોલીસ 3 મહિનાની અંદર સમગ્ર તપાસ રિપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરાવે. જોકે શાહનવાઝ હુસૈને દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જસ્ટિસ આશા મેનને સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેમની કાર્યવાહીમાં બેદરકારી દેખાય છે.

શાહનવાઝની SCને અપીલ- ઝડપથી સુનાવણી થાય
સુપ્રીમ કોર્ટમાં દાખલ અપીલમાં શાહનવાઝે કહ્યું હતું કે આ મામલાની ઝડપથી સુનાવણી થાય, જોકે કોર્ટે આ બાબતે ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહે આ મામલે વિચાર કરી શકે છે.

પીડિતાનો આરોપ- ફાર્મ હાઉસ પર કર્યો હતો રેપ
દિલ્હીની રહેવાસી પીડિતાએ જાન્યુઆરી 2018માં નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમાં શાહનવાઝ વિરુદ્ધ રેપ કેસ દાખલ કરવાની અપીલ કરવામાં આવી હતી. મહિલાનો આરોપ હતો કે તેમણે છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે રેપ કર્યો અને તેને મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાએ CrPcની કલમ 156(3) અંતર્ગત દિલ્હી પોલીસને FIR નોંધવા કહ્યું હતું.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 12 જુલાઈ 2018એ શાહનવાઝ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. તેની વિરુદ્ધ તેમણે રિવિઝન અરજી કરી હતી. એને ફગાવી દેવામાં આવી હતી. બાદમાં શાહનવાઝ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જોકે અહીં પણ તેમને રાહત મળી શકી નહોતી. હુસૈન વિરુદ્ધ જૂન 2018માં IPCની કલમ 376, 328, 120B અને 506 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી.

દિલ્હી HCએ કહ્યું- FIRની ફરિયાદ તપાસનો આધાર
કોર્ટે એમ પણ કહ્યું હતું કે FIRમાં નોંધાયેલો ગુનો તપાસનો આધાર છે. તપાસ પછી જ પોલીસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકે છે કે ગુનો કરવામાં આવ્યો હતો કે નહિ અને જો આવું છે તો પછી કોણે કર્યો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ નક્કી કરવા માટે સ્વતંત્ર છે કે ઈન્ટરિમ રિપોર્ટ સ્વીકારવો છે કે નહિ. આ સિવાય તે ફરિયાદની સુનાવણી પછી FIRને રદ કરવા માંગે છે કે નહિ.

 

adv

Related News

post
post
post
post
post
post
post