• Home
  • News
  • વાઘાણીના પ્રચારમાં રસિયા રૂપાળાએ રોલો પાડ્યો, ભાજપનો ઝંડો એવી રીતે લહેરાવ્યો કે સ્ટાર પ્રચારકો પણ ઝાંખા પડે
post

મોંઘીદાટ ગાડીમાં નીકળેલા કમાએ હાથમાં ભાજપનો ફ્લેગ પણ જોરદાર અદાથી લહેરાવીને લોકોને કમળ ખીલવવા માટે આહવાન કર્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-21 19:46:35

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. દરેક પક્ષ મતદારોને પોતાના પક્ષે લેવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના ખૂણે ખૂણે જંગી રેલીઓ કરીને મતદારોને રિઝવી રહ્યા છે. ત્યારે હવે ભાવનગરમાં તો ભાજપનો અલગ જ પ્રકારનો પ્રચાર જોવા મળ્યો. પશ્ચિમ વિધાનસભામાં યોજાયેલા આ રોડ શોમાં કમો આગેવાની કરતો જોવા મળ્યો. પાનવાડી વિસ્તારથી નીકળેલા રોડ શોમાં કીર્તિદાનનો કમો અસ્સલ રાજકારણીની જેમ વર્તતો દેખાયો.

મોંઘીદાટ ગાડીમાં નીકળેલા કમાએ હાથમાં ભાજપનો ફ્લેગ પણ જોરદાર અદાથી લહેરાવીને લોકોને કમળ ખીલવવા માટે આહવાન કર્યું હતું. ભાવનગર પશ્ચિમમાં ભાજપના સ્ટાર પ્રચારકો પણ રેલીઓ અને જાહેર સભાઓ ગજવશે. તેવામાં ભાજપે કીર્તિદાનના કમાને પણ પ્રચાર માટે ભાવેણાવાસીઓ સમક્ષ ઉતાર્યો છે.મોંઘીદાટ કારમાં નીકળેલા આ રોડમાં કમાનો ક્રેઝ પણ જોવા મળ્યો. ભાજપના કાર્યકરોએ કમાને સનરૂફ કારમાં બેસાડીને અલગ અલગ વિસ્તારોમાં ફેરવીને કમળના બટનને દબાવવા માટે અપીલ કરાવી. ડાયરામાં રંગ જમાવ્યા બાદ હવે કમો પણ રાજકારણના રંગે રંગાયેલો જોવા મળ્યો.

adv

Related News

post
post
post
post
post
post
post