• Home
  • News
  • રેપો રેટમાં 0.40% ઘટાડો, 4.40%થી ઘટાડીને 4% કર્યો, રિવર્સ રેપો રેટ 3.75%થી ઘટાડીને 3.35% કરવામાં આવ્યો
post

અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને લિક્વિડિટી વધારના ઉપાયોની જાહેરાત કરી ચૂક્યા ગવર્નર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 10:32:12

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે રેપો રેટ 4.40 ટકાથી ઘટીને 4 ટકા થઈ જશે. જ્યારે રિવર્સ રેટ 3.75 ટકાથી ઘટીને 3.35 ટકા કરવામાં આવ્યો છે.


છેલ્લા બે મહિનામાં ત્રીજી પ્રેસ કોન્ફરન્સ

કોરોનાવાઈરસ સંબંધી મુશ્કેલીને દુર કરવા માટે છેલ્લા બે મહિનામાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ આ ત્રીજી પ્રેસ કોન્ફરન્સ કરી. આરબીઆઈના ગવર્નરે પ્રથમ પ્રેસ કોન્ફોરન્સ 27 માર્ચ અને બીજી પ્રેસ કોન્ફરન્સ 17 એપ્રિલે કરી હતી. આ બંને પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નરે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને બેન્કિંગ સેકટરમાં લિક્વિડિટી વધારવા માટે ઘણા ઉપાયોની જાહેરાત કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post