• Home
  • News
  • ગોવિંદ રાજપૂતનો આરોપ- છિંદવાડાને જ હજારો કરોડ આપ્યા, CMને કહ્યું હતું- આ દમ પર ચૂંટણી ન જીતી શકીએ
post

9 દિવસથી બેંગલુરુમાં રોકાયા છે સિંધિયાના 22 બળવાખોર ધારાસભ્યો, દરેક લોકોએ રાજીનામા આપી દીધા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-17 11:16:31

બેંગલુરુ: બેંગલુરુના રમાદા રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કમલનાથ સરકાર પર ઉપેક્ષાના આરોપ લગાવ્યા છે. પૂર્વ મંત્રી ગોવિંદ સિંહ રાજપૂતે આરોપ લગાવ્યો છે કે, કોબિનેટે માત્ર છિંદવાડાને જ હજારો કરોડની ફાળવણી કરી છે. અમે મુખ્યમંત્રીને કહ્યું કે, માત્ર આ દમ પર ચૂંટણી ન લડી શકાય. જયપુર-ભોપાલમાં રાખવામાં આવેલા કોંગ્રેસ ધારાસભ્યોને છૂટા મુકવામાં આવશે તો તેઓ પણ અમારી સાથે બેંગલુરુમાં આવી જશે.

મજબૂરીમાં સાથ છોડ્યો: રાજપૂત
રાજપૂતે એવું પણ કહ્યું, અમને કોઈએ અહીં બંધક બનાવીને નથી રાખ્યા. જે દિવસથી બેંગલુરુ આવ્યા છે ત્યારથી મીડિયા ઘણા ન્યૂઝ ચાલી રહ્યા છે. તેથી જ આજે અમે મીડિયા સમક્ષ અમારી વાત રજૂ કરી રહ્યા છીએ. અમે છેલ્લાં દોઢ વર્ષથી મજબૂર હતા, તેથી જ અમારે સરકારનો સાથ છોડવા પડ્યો. સ્પીકર દ્વારા રાજીનામુ સ્વીકાર ન થતા રાજપૂતે કહ્યું કે, અમારી માંગણી છે કે, જે રીતે સ્પીકરે 6 ધારાસભ્યોના રાજીનામા મંજૂર કર્યા છે તેવી રીતે અમારુ રાજીનામું પણ મંજૂર કરે.

સરકારે વચનપત્ર પર અમલ નથી કર્યો: ઈમરતી
ધારાસભ્ય ઈમરતી દેવીએ કહ્યું, હું આજે જે પણ છું તે સિંધિયાજીના કારણે છું. સરકારે વચનપત્ર તૈયાર કર્યો હતો તેના ઉપર કોઈ પણ અમલ નથી થયો. મેં મુખ્યમંત્રીને કહ્યું હતું કે, જ્યારે મારા વિસ્તારમાં કઈ કામ જ નથી થયું તો મારે હવે આગળ ચૂંટણી નથી લડવી.

ધારાસભ્યોનો ફિટનેસ ટેસ્ટ પણ થયો

આ પહેલાં સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની શક્યતાઓ વચ્ચે દરેક 22 બળવાખોર ધારાસભ્યોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટના સ્ક્રીનિંગ માટે 5 સીનિયર ડોક્ટર્સની ટીમ 30થી વધારે કિટ લઈને પહોંચ્યા હતા. દરેક ધારાસભ્યોના હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને શુગર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. અમુક ધારાસભ્યોએ બેચેનીની ફરિયાદ કરી હતી. ડોક્ટર્સે દરેકને મેડિકલ ફિટ જાહેર કર્યા છે. કોરોના નેગેટિવ જોવા મળ્યા છે. આ સર્ટિફિકેટ ભોપાલ પહોંચી ગયા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post