• Home
  • News
  • બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટિસ, 27 જૂન સુધીમાં આપવો પડશે જવાબ
post

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિંદે જૂથની સામે શિવસેના વધુ આક્રમક જોવા મળી રહી છે. આ વચ્ચે ચૂંટણી પંચને શિવસેનાએ પત્ર લખ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણને શિવસેના અથવા બાલાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 17:09:41

મુંબઈ: શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોના બળવા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. જોકે, હવે આ બબાલ માત્ર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને હટાવવા પર નહીં પરંતુ ઠાકરે વિરાસત પર આવી ગઇ છે. એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યો સાથે તેમના જૂથનું નામ શિવસેના (બાલાસાહેબ) કરી દીધું છે. જે ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ બે શબ્દોમાં શિંદે પર પ્રહાર કરતા કહ્યું કે, શિંદે પહેલા નાથ હતા અને દાસ થઈ ગયા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બીજુ કોઈ બાલાસાહેબના નામનો ઉપયોગ કરી શકતા નથી.

બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરે મોકલી નોટિસ
મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો પર અયોગ્ય હોવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ખરેખરમાં બળવાખોર ધારાસભ્યને ડેપ્યુટી સ્પીકરે નોટિસ મોકલાવી છે. જેના અનુસાર તેમણે 27 જૂન સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

શિવસેનાએ ચૂંટણી પંચને લખ્યો પત્ર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિંદે જૂથની સામે શિવસેના વધુ આક્રમક જોવા મળી રહી છે. આ વચ્ચે ચૂંટણી પંચને શિવસેનાએ પત્ર લખ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણને શિવસેના અથવા બાલાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં. શિંદે જૂથ બાલાસાહેબ ઠાકરે અને શિવસેનાનું નામ લેવાનું વિચાર કરી રહ્યું છે.

મુંબઇમાં કલમ 144 લાગુ
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને લઇને ચાલી રહેલી બબાલ વચ્ચે મુંબઇમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાથે જ આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી છે. જોકે, મુંબઇમાં કલમ 144 લાગુ કરવામાં આવી છતાં આદિત્ય ઠાકરેની યોજાનાર સભાને મંજૂરી આપવામાં આવી છે.

તાનાજી સાવંતની શિવસેના કાર્યકર્તાઓને ચેતવણી, કહ્યું- ઓકાતમાં રહો
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં શિવસેના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવા મામલે તેમનું નિવેદન સામે આવ્યું છે. તેણે આ શિવસેના કાર્યકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે, તોડફોડ કરનારાઓ ઓકાતમાં રહો.

બળવાખોર ધારાસભ્યની ઓફિસમાં તોડફડ પર શિવસેના નેતા ચંદ્રકાંત બોલ્યા- એક્શનનું રિએક્શન
શિવસેનાના મોટા નેતા ચંદ્રકાંત જાધવે પુણેમાં બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં થયેલી તોડફોડને યોગ્ય ગણાવતા કહ્યું કે, આ માત્ર એક્શનનું રિએક્શન છે. શિવસેનાની ભાષામાં તમામ ધારાસભ્યોને જવાબ આપવામાં આવશે અને આ કારણથી આ રિએક્શન હવે રાજ્યમાં દરેક જગ્યાએ જોવા મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post