• Home
  • News
  • 'VOGUE' મેગેઝિનના કવર પેજ પર છવાઈ ગઈ રેખા:68 વર્ષની ઉંમરે પણ ચહેરા પર બેસુમાર ગ્લો, રેખાએ કહ્યું, 'મને આનંદ છે કે હું મારા નિર્ણય જાતે લઈ શકું છું'
post

શીખવાની ધગશ એ જ વાસ્તવિક સુંદરતા છેઃ રેખા

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 18:53:45

રેખા હાલમાં જ 'VOGUE' મેગેઝિનના અરેબિયા એડિશનના કવર પર જોવા મળી હતી. પીઢ અભિનેત્રી રેખાએ 'VOGUE' મેગેઝિન સાથે વાત કરતાં જણાવ્યું કે શા માટે તે લગભગ એક દાયકાથી ફિલ્મોથી દૂર છે. રેખાએ 2014થી કોઈ ફિલ્મ સાઈન કરી નથી. જો કે, રેખા એવોર્ડ ફંક્શન અને બોલિવૂડ પાર્ટીમાં હાજરી આપતી જોવા મળે છે. ફિલ્મોથી અંતર રાખવા પાછળના કારણ અંગે રેખાએ કહ્યું કે તેમણે આ નિર્ણય પોતાના માટે લીધો છે અને તે ખુશ છે કે તેમને પોતાના મન પ્રમાણે નિર્ણય લેવાની સ્વતંત્રતા છે.

મને ફિલ્મો માટે હા કે ના કહેવાની સ્વતંત્રતા છેઃ રેખા
રેખાએ કહ્યું, 'હું નસીબદાર છું કે મને કોઈ પણ નિર્ણય પર હા કે ના કહેવાની સ્વતંત્રતા છે. ફિલ્મોમાં કામ ન કરી રહી હોવા છતાં સિનેમા ક્યારેય મારા વ્યક્તિત્વથી અલગ નથી'.

હું હજી પણ અભિનયની યાદોના સહારે ફિલ્મો સાથે જોડાયેલી અનુભવું છુંઃ રેખા
વધુમાં ઉમેર્યું હતું કે તેમની અભિનય કારકિર્દીના શરૂઆતના દિવસોની તેમની ઘણી સુંદર યાદો છે. આ યાદોના સહારે આજે પણ તેમના મનમાં ફિલ્મો સાથે જોડાયેલા હોવાનો અહેસાસ છે. રેખાએ એમ પણ કહ્યું કે યોગ્ય સમયે યોગ્ય પ્રોજેક્ટ તેમને આપોઆપ મળી જશે. તેમણે કહ્યું- હું પોતે નક્કી કરવા માંગુ છું કે મારે આ સમયે અહીં હાજર રહેવું જોઈએ. મારા માટે આ નિર્ણય અન્ય કોઈ લે તે મને પસંદ નથી'.

એકવાર પ્રેમ સંબંધ સ્થાપિત થઈ જાય તે કાયમી હોય છેઃ રેખા
વાતચીત દરમિયાન રેખાને પૂછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે સંબંધમાં આવ્યાના થોડા દિવસો પછી પ્રેમ ઓછો થઈ જાય છે? આ અંગે રેખાએ કહ્યું કે તે માને છે કે એકવાર પ્રેમનો સંબંધ સ્થાપિત થઈ જાય પછી તે કાયમી બની જાય છે. તેમણે કહ્યું- ક્યારેક આપણે ઈચ્છીએ છીએ કે આપણને વધુ પ્રેમ મળે અને ક્યારેક તે આપણા માટે પૂરતું હોય છે. રેખાએ કહ્યું કે આ મારી કામ કરવાની રીત પર પણ લાગુ પડે છે'.

શીખવાની ધગશ એ જ વાસ્તવિક સુંદરતા છેઃ રેખા
રેખાએ કહ્યું- હું બાળપણમાં જ કલા અને સુંદરતાનું મૂલ્ય સમજી ગઈ હતી. મેં હંમેશા આ સુંદરતાને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવિક સુંદરતા અભિનેતાઓની વધુને વધુ શીખવાની અને ખુલ્લા મનથી તેમની આસપાસની સકારાત્મકતાને ગ્રહણ કરવાનો પ્રયાસ કરવાની ઇચ્છામાં રહેલી છે. આ જ મને આગળ વધવાની પ્રેરણા આપે છે. અંતમાં રેખાએ એમ પણ કહ્યું કે તે હજુ પણ દરરોજ અનુભવે છે કે તે ઈન્ડસ્ટ્રીમાં નવોદિત છે. તેમણે કહ્યું કે તે એવા લોકો પર વિશ્વાસ કરે છે જેઓ તેમના કામ પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે.

રેખા છેલ્લે 2014માં આવેલી ફિલ્મ 'સુપર નાની'માં જોવા મળી હતી. આ પછી તેમણે ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મ 'યમલા પગલા દીવાના'માં ખાસ ભૂમિકા ભજવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post