• Home
  • News
  • રિલાયન્સને મળી ગયું ગ્રોથનું નવું એન્જિન, 52.5 લાખ કરોડ રૂપિયાના બજાર પર નજર
post

વિશ્વની જાણીતી ટેક-કન્ઝ્યુમર કંપનીઓ પાસેથી બોધ લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 11:09:35

મુંબઈ: એક તીરથી બે શિકાર કઈ રીતે કરી શકાય તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસેથી શીખવા જેવું છે. હાલ જ્યારે બીજી કંપનીઓ તેમનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહી છે, ત્યારે અંબાણીએ લોકડાઉન દરમિયાન એક સપ્તાહની અંદર ફેસબુક, જનરલ એટલાન્ટિક, સિલ્વર લેક અને વિસ્ટા ઈક્વિટી પાર્ટનર જેવી ચાર વિદેશી કંપનીઓ સાથે સોદા કર્યા છે. ખરેખર જોઈ તો ન્યુ કોમર્સના રૂપમાં રિલાયન્સને ગ્રોથનું નવું એન્જિન મળી ગયું છે.

67,195 કરોડ રૂપિયાનું રોકાણ

આ બધી ડિલથી રિલાયન્સને લગભગ 67,195 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે. તેનો મોટો હિસ્સો રિલાયન્સનું દેવું ચુકવવામાં જશે. આ ડીલથી રિલાયન્સ તેના કારોબારને અગામી સ્ટેશન તરફ લઈ જવા તૈયાર છે. 700 અબજ ડોલર(લગભગ 52,50,000 કરોડ રૂપિયા)ના ન્યુ કોમર્સની તક છે.

શું છે રિલાયન્સનું ન્યુ કોમર્સ

જુલાઈ 2018માં જ્યારે અંબાણીએ તેના ન્યુ કોમર્સ વેન્ચરની સ્થાપના કરી હતો તો તેમણે કહ્યું હતું કે તેમાં ભારતના રિટેલ કારોબારને નવી પરિભાષા આપવાની ક્ષમતા છે અને અગામી વર્ષોમાં રિલાયન્સ માટે નવા ગ્રોથનું એન્જિન બની શકે છે. તેના દ્વારા રિલાયન્સ ડિજિટલ અને ફિઝિકલ બજારનું એકીકરણ કરશે અને એમએસએમઈ, ખેડૂતો, કરિયાણાના દુકાનદારોના મોટા નેટવર્ક પર તેની અસર પડશે. અમેરિકાની જાણીતી કંપની ફેસબુકની સાથે ડીલ કરીને કંપની તેના સ્વામિત્વ વાળા વોટ્સઅપની વ્યાપક પહોંચનો ફાયદો ઉઠાવશે અને ન્યુ કોમર્સ બિઝનેસની ગાડીને ગતિ આપશે.

બંને માટે ફાયદા 

આ સોદાથી એવું નથી કે માત્ર રિલાયન્સને જ ફાયદો થઈ રહ્યો છે. તેના ગ્લોબલ પાર્ટનર્સને પણ ફાયદો થઈ રહ્યો છે. નજીકના ભવિષ્યમાં જિયોમાં બીજા રોકાણકારો રોકાણ કરશે અને તેનાથી જે વેલ્યુએશન વધશે તેનાથી જનરલ એટલાન્ટિક, સિલ્વર લેકર અને વિસ્ટાને સારો ફાયદો થશે. ફેસબુકને પણ ભારતમાં રિલાયન્સના વ્યાપક નેટવર્ક અન સંપર્કનો ફાયદો મળશે અને તે તેના ઘણાં પ્રોજેક્ટ માટે નિયામકીય સહયોગ આ રીતે પ્રાપ્ત કરી શકશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જિયોને માત્ર ટેલિકોમ ઓપરેટર તરીકે નહિ પરંતુ એક ડિજિટલ કંપની તરીકે વિકસિત કરી રહી છે. મુકેશ અંબાણી રિલાયન્સને હવે એનર્જી ફોકસ વાળી કંપની બનાવી રાખવાની જગ્યાએ વિવિધતા વાળી કંપની બનાવવા પર ભાર આપી રહ્યાં છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વર્ષ 2006માં રિટેલ કારોબાર અને 2010માં ટેલિકોમ કારોબરમાં પ્રવેશ કર્યો હતો.

કેમ બનવા માંગે છે ટેક-કન્ઝ્યુમર કંપની

વાસ્તવિક રીતે જોઈએ તો રિલાયન્સને હવે ટેક કંપનીઓમાં ભવિષ્ય દેખાઈ રહ્યું છે. આ કારણે રિલાયન્સ તેને કન્ઝ્યુમર પ્લસ ટેક કંપનીના રૂપમાં સ્થાપિત કરી રહ્યું છે. રિલાયન્સના સીએફઓ અલોક અગ્રવાલે એક વખત કહ્યું હતું કે વિશ્વમાં 3 મોટી ટેક કંપનીઓની બજાર વેલ્યુ 1 ટ્રિલિયન ડોલર છે, બીજી તરફ તમામ એનર્જી કંપનીઓની કુલ બજાર વેલ્યુ મેળવીને 600 અબજ ડોલરને વટાવી શકી નથી. આ કારણે રોકાણકારો હવે એમેઝોન, એપલ, માઈક્રોસોફટ જેવી ટેક કન્ઝ્યુમર કંપનીઓમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યાં છે. જિયો પ્લેટફોર્મ્સ પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે, જોકે હજી ઘણી લાંબી મુસાફરી કરવાની બાકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post