• Home
  • News
  • કોરોના વાયરસને લઈ મુકેશ અને નીતા અંબાણીએ કરી મોટી પહેલ, બનાવી અનોખી હોસ્પિટલ
post

આ હોસ્પિટલમાં કોરોના વાયરસ પોઝિટીવ દર્દીઓને જ સારવાર આપવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 11:30:48

મુંબઈ : દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીની આગેવાનીમાં રિલાયંસ ફાઉંડેશને મુંબઈમાં દેશની પહેલી એવી હોસ્પિટલ ઉભી કરી છે જે સંપૂર્ણ રીતે કોરોના વાયરસગ્રસ્ત લોકોને સમર્પિત છે.

100 બેડની સુવિધા ધરાવતા આ સેંટરને સેવન હિલ્સ હોસ્પિટલમાં બનાવવામાં આવ્યું છે અને તે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ હોસ્પિટલમાં કોરોના વાયરસ પોઝિટીવ દર્દીઓને જ સારવાર આપવામાં આવશે.


મુકેશ અંબાણીને કોરોના વાયરસની મહામારી વચ્ચે એક મહત્વનું પગલું ભર્યું છે. હોસ્પિટલ બનાવવાની સાથો સાથ તો બીજી બાજુ રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ પણ કોરોના વિરૂદ્ધની લડાઈમાં મહારાષ્ટ્ર સરકારને મદદ કરવાનું પણ આશ્વાસન આપ્યું છે. RILએ રાજ્ય સરકારના રાહત કોષમાં 5 કરોડ રૂપિયાનું દાન આપવાની પણ જાહેરાત કરી છે.


કંપનીના નિવેદન પ્રમાણે RIL મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત કોષમાં પ્રારંભીક તબક્કે 5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરે છે. RILએ કોવિડ-19 વિરૂદ્ધની લડાઈમાં રિલાયંસ ફાઉંડેશન, રિલાયંસ રિટેલ, રિલાયંસ જીયો, રિલાયંસ લાઈફ ઈન્સોરન્સ, રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયંસ પરિવારના તમામ 6 લાખ કર્મચારીઓની તાકાતને પણ જોડી દીધી છે. RIL સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરવા માટે એક દિવસમાં એક લાખ માસ્ક બનાવવા તરફ તત્પર છે.

RILના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમે એટલુ જ કહેવા માંગીએ છીએ કે જો આ સંકટના સમયમાં સક્ષમ લોકો આ પ્રકારે આગળ આવશે તો નિશ્ચિત રીતે જીત માનવતાની જ થશે.

adv

Related News

post
post
post
post
post
post
post