• Home
  • News
  • વિવિધ ક્ષેત્રો માટે ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે, પ્રધાનમંત્રી મદદ માટે અપીલ કરે તેવી શક્યતા
post

વિવિધ ક્ષેત્રો પર થઈ રહેલી અસર અંગે અધ્યયન કરવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 12:16:29

નવી દિલ્લી : કોરોના વાઈરસને લીધે વિવિધ ક્ષેત્રોને થઈ રહેલા નુકસાનને લીધે અર્થતંત્ર પર નકારાત્મક અસર થાય તેવી પૂરી શક્યતા છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. રાહત પેકેજ કેટલુ હશે, કયા સેક્ટરને આ પેકેજનો કેટલો હિસ્સો મળશે અને તેના માપદંડ કયા હશે તે અંગે સરકારના ઉપલા સ્તરે વ્યાપક પ્રમાણમાં ચર્ચા-વિચારણા થઈ રહી છે. સરકાર દ્વારા રચવામાં આવેલી કોવિડ-19 ઈકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સમાં પણ બેલ આઉટ પેકેજ અંગે સૈદ્ધાંતિક સહમતી થઈ ગઈ છે. દરમિયાન ઉદ્યોગ જગત તથા સેલિબ્રિટીયોને દાન માટે પણ પ્રધાનમંત્રી અપીલ કરી શકે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેલઆઉટ પેકેજની જાહેરાતની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોને આ સંકટમાંથી બહાર લાવવા માટે ટાસ્ક ફોર્સના અહેવાલને લઈ પણ સરકાર સહમત છે. વર્તમાન સમયમાં રાહત પેકેજની રકમ અને કોરોનાને લીધે સૌથી વધારે નુકસાન પામનારા ક્ષેત્રોનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે. નાણાં પ્રધાન અગાઉ જ કહી ચુક્યા છે કે કોરોના સામેના જંગ માટે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી માનવામાં આવશે.

મદદની અપીલ થાય તેવી શક્યતા

વિશ્વના અન્ય દેશોની માફક ભારતમાં ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટી મદદ માટે આગળ આવી રહી નથી. અત્યાર સુધીમાં વેદાંતાના અનિલ અગ્રવાલે 100 કરોડ, ફિલ્મ નિર્માતા મનીષ કુદ્રાએ ત્રણ કરોડ અને આનંદ મહિન્દ્રાએ વેન્ટીલેટર બનાવવામાં મદદની જાહેરાત કરી છે. સરકાર ઈચ્છે છે કે પ્રકારની કામગીરી વ્યાપક થવી જોઈએ. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મદદ માટે અપીલ કરી શકે છે.

ટાસ્ક ફોર્સે વિવિધ ક્ષેત્રોમાં અસરનું અધ્યયન કર્યું

પ્રધાનમંત્રી દ્વારા નાણાં પ્રધાનના વડપણ હેઠળ રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે કોરોનાને લીધે વિવિધ ક્ષેત્રો પર થનારી પ્રતિકૂળ અસર અંગે અધ્યયન કરવામાં આવી રહ્યું છે. આ અધ્યયનમાં વિવિધ ક્ષેત્રોને અલગ-અલગથી નુકસાનનું આંકલન કરવામાં આવ્યું છે. આ આંકલન બાદ ટાસ્ક ફોર્સમાં બેલઆઉટ પકેજ માટે સૈદ્ધાંતિક સહમતી બની  છે. ત્યારબાદ સરકારમાં ઉચ્ચસ્તર પર આ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોને લીધે તમામ ક્ષેત્રો પર ભારે પ્રતિકૂળ અસર થઈ રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post