• Home
  • News
  • નૂપુર શર્માને રાહત: સુપ્રીમ કોટે તમામ FIR દિલ્હી ટ્રાન્સફર કરી
post

સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં નોંધાયેલા કેસોને એક તપાસ એજન્સીને સોંપી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 18:34:44

નવી દિલ્હી: પયગંબર મોહમ્મદ સાહેબ અંગે એક ન્યુઝ ટીવી પ્રોગ્રામમાં અપમાનજનક ટીપ્પણી આપવા બદલ ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં વિરોધ થયો હતો. જે બાદ નુપુર શર્માને ઘણી ધમકીઓ પણ મળી હતી. નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં જુદી જુદી FIR પણ નોંધાઇ હતી. જેને લઇને સુપ્રીમ કોર્ટે એક નિર્ણય કર્યો છે.

સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં નોંધાયેલા કેસોને એક તપાસ એજન્સીને સોંપી દીધી છે. નુપુર શર્મા વિરુદ્ધના તમામ કેસોની તપાસ હવે દિલ્હીમાં થશે. જીવના જોખમને કારણે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નુપુર શર્મા વિરુદ્ધ નોંધાયેલી તમામ એફઆઈઆરનો મોટો હિસ્સો દિલ્હીની ઘટનાઓ છે, ભવિષ્યમાં એફઆઈઆર રદ કરવાની માંગ કરવાનો પોતાનો અધિકાર ગુમાવ્યો છે, જેના માટે તે દિલ્હી હાઈકોર્ટમાં પણ જઈ શકે છે. બેન્ચે કહ્યું કે, દિલ્હી પોલીસે 8 જૂન, 2022ના રોજ FIR નોંધી હતી. કોર્ટે અરજદારના જીવન અને સ્વતંત્રતા માટેના ગંભીર ખતરાની નોંધ લીધી છે, તેથી આ પગલું લેવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post