• Home
  • News
  • તેલંગણાના પાવર પ્લાન્ટમાં આગ લાગી:રેસ્ક્યૂ ટીમે 10 લોકોને બચાવ્યા, 9 હજી ફસાયેલા હોવાની શકયતા; શ્રીસેલમના પ્લાન્ટમાં શોર્ટ સર્કિટના પગલે ગત રાતે આગ લાગી હતી
post

ક઼ૃષ્ણા નદી પર બનાવવામાં આવેલો શ્રીસેલમ ડેમ તેલંગણા અને આંધ્ર પ્રદેશની સીમા પર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 12:18:52

તેલંગણાના શ્રીસેલમ ખાતે આવેલા ટીએસ જેંકો પાવર પ્લાન્ટમાં ગુરુવારે રાતે આગ લાગી હતી. હાલ આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાઈ રહ્યું છે. 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 6 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્લાન્ટની અંદર પણ હાલ 9 લોકો ફસાયેલા હોવાની શકયતા છે.

મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું છે કે આ ઘટનાનું હું સતત અપડેટ લઈ રહ્યો છું. મંત્રી જગદીશ્વર રેડ્ડી અને ટ્રાંસકો-જેંકો કંપનીના સીએમડી ડી પ્રભાકર રાવ સાથે વાત કરી છે. તેઓ બંને હાલ ઘટના સ્થળે છે.

પ્લાન્ટમાં ખૂબ જ ધુમાડો
આગ લાગ્યા બાદ પ્લાન્ટમાં ખૂબ ધુમાડો ભરાઈ ગયો છે. તેના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે. એમ કહેવાઈ રહ્યું છે કે ઘટનાના સમયે 17 લોકો હતા. જે લોકો હાલ અંદર ફસાયેલા છે, તેમાંથી 6 લોકો જેંકો અને 3 અન્ય પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓ છે. ફસાયેલા લોકોમાં ડેપ્યુટી અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સનો પણ સમાવેશ થાય છે. મંત્રી જગદીશ્વર રેડ્ડી અને જેંકોના સીએમડી પ્રભાકર રાવે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી

શ્રીસેલમ ડેમ કૃષ્ણા નદી પર છે, જે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સીમા પર સ્થિત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post