• Home
  • News
  • દિલ્હી અને અમદાવાદના ડોક્ટર્સનું સંશોધન:કોરોના વોરિયર્સ માટે ઈમ્યુનિટી મોડ્યુલર ઈન્જેક્શન પર રિસર્ચ, ડોઝ લેનારા 32માંથી 30ને ચેપ ના લાગ્યો, ઇન્જેક્શન ન લેનાર 64માંથી 30 હેલ્થવર્કરને ઇન્ફેકશન થયું
post

અમદાવાદના કેટલાંક ડોક્ટર અને પરિજનોએ આ ઇન્જેકશન લીધાનું જાણવા મળ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 11:58:00

દિલ્હીની એક હોસ્પિટલના એક ડોક્ટરે અમદાવાદના સિનિયર ડોક્ટરની મદદથી કરેલા રિસર્ચમાં કોરોનાની સારવાર કરતાં 96 હાઇરિસ્ક હેલ્થવર્કરને ઇમ્યુનિટી મોડ્યુલર ઇન્જેક્શન આપ્યું હતું. ઇન્જેક્શન લેનાર 32માંથી 30 હેલ્થવર્કરને ઇન્ફેકશન ન થવાની સાથે સાયટોકાઇન સ્ટોર્મ જેવી ગંભીર સ્થિતિ પણ ન સર્જાઈ હતી. જ્યારે ઇન્જેક્શન ન લેનાર 64માંથી 30 હેલ્થવર્કરને ઇન્ફેકશન થયું હતું. વેક્સિન ન આવે ત્યાં સુધી આ ઇન્જેક્શન પોઝિટિવ દર્દી, હેલ્થ વર્કર માટે સંજીવની સાબિત થઇ શકે છે. અમદાવાદના કેટલાંક ડોક્ટર અને પરિજનોએ આ ઇન્જેકશન લીધાનું જાણવા મળ્યું છે. દિલ્હીના ધર્મશીલા નારાયણા સુુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને માનસી ચક્રવર્તી ફાઉન્ડેશનનાં સેલ્યુલર થેરાપી એન્ડ ઇમ્યુનોલોજી, બીએમટી એન્ડ હિમેટોલોજી વિભાગના વડા ડો. સુપર્ણો ચક્રવર્તીએ અમદાવાદના સિનિયર ડો. બકુલ ખમારની મદદથી રિસર્ચ કર્યું છે.

ઈન્જેક્શન નહીં લેનારા 64માંથી 30ને કોરોનાના લક્ષણ જોવા મળ્યાં
ત્રણ મહિના પહેલાં હાથ ધરવામાં આવેલા રિસર્ચમાં હોસ્પિટલના 32 હાઇરિસ્ક હેલ્થવર્કરને ઇમ્યુનો મોડ્યુલર ઇન્જેકશન અપાયા બાદ 31ને કોરોનાનું ઇન્ફેકશન ન થયું, અને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યાં. જયારે ઇન્જેકશન ન લેનાર 64માંથી 30ને કોરોનાનું મધ્યમથી ગંભીર ઇન્ફેકશન થયાનું જણાતાં 4 હેલ્થવર્કરને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં જયારે અને 28ને દવા અને સારવારથી લોકોમાં કોરોનાના સામાન્યથી મધ્યમ લક્ષણ જણાયાં હતા.

સારાં પરિણામ મળ્યાં
સિવિલના નોડલ ઓફિસર ડો. કાર્તિકેય પરમારે જણાવ્યુ કે, ઇમ્યુનો મોડ્યુલેટર ઘણાં છે, ચોક્કસ દર્દીમાં ચોક્કસ સમયમાં પરિણામ મળી શકે છે. સિવિલમાં પેન્ટાગ્લોબીન, ટોસિલિઝુમેબ અને કોનવોલેટેઝન પ્લાઝમા જેવાં ઇમ્યુનો સ્ટીમ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ પણ સેપ્સીવીક ઇન્જેક્શનનો અનુભવ નથી.

કંઈ કહેવું વહેલું છે
રાજ્યની કોવિડ કોર કમિટીના સભ્ય ડો. અતુલ પટેલે કહ્યું- સેપ્સીવેક ઇમ્યુનો મોડ્યુલરને કારણે પરિણામો મળ્યાં હોય તેના કોઇ પુરાવા નથી. લાખો કરોડો લોકો સંક્રમિત થયાં હોય ત્યારે કોને કેટલી અસર થઇ તેના પરથી દવા કેટલી અસરકારક પુરવાર થઈ છે તે નક્કી કરી શકાય.

અલગ પદ્ધતિ હોય છે
રાજ્યની કોવિડ કોર કમિટીના સભ્ય ડો. તેજસ પટેલે કહ્યું- આપણે ત્યાં એવિડન્ટ બેઝમાં જોઇએ તો સ્ટાન્ડડર્ડ પ્રેક્ટિસમાં સ્ટીરોઇડ, વાયરલ લોડ ઘટાડવા રેમેડેસિવિર અને સાયટોકાઇન સ્ટોર્મ ડેવલપ થાય તો ટોસિલિઝુમેબ અસરકારક છે, જે અમેરિકન અને વિશ્વ આરોગ્ય સંસ્થા માનતી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post