• Home
  • News
  • ચૂંટણી પહેલા 'રેવડી કલ્ચર'!:સુપ્રીમ કોર્ટે કહ્યું- આ ગંભીર મુદ્દો છે, 'મફત વહેંચવાને કારણે શ્રીલંકાની હાલત બગડી, ભારત પણ એ જ રસ્તે'
post

ચીફ જસ્ટિસ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તે મતદારોને લાંચ આપવા જેવું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-26 19:15:23

સુપ્રીમ કોર્ટે એક પીઆઈએલની સુનાવણી દરમિયાન શ્રીલંકામાં મફત વસ્તુઓ આપવાનું ઉદાહરણ આપતા કહ્યું હતું. ત્યાં બધું મફતમાં વહેંચવાને કારણે આવી સ્થિતિ સર્જાઈ છે અને ભારત પણ એ જ રસ્તે ચાલી રહ્યું છે. આ દલીલ વરિષ્ઠ વકીલ અશ્વની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ માંગણી કરી હતી કે ચૂંટણી વખતે રાજકીય પક્ષો દ્વારા આવા વચનો ન આપવા જોઈએ, જેમાં ચૂંટણી જીત્યા બાદ જનતાને મફત સુવિધાઓ અથવા તો મફત વસ્તુઓ આપવાનું કહેવામાં આવે છે.

ચૂંટણી દરમિયાન 'રેવડી કલ્ચર'નો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે. મત લેવા માટે મતદારોને મફત વસ્તુઓ આપવા પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુનાવણી દરમિયાન મંગળવારે, ભારતના મુખ્ય ન્યાયાધીશે પણ કહ્યું કે આ એક 'ખૂબ જ ગંભીર મુદ્દો' છે, ઉપરાંત CJIએ કેન્દ્ર સરકારને પરિસ્થિતિપર અંકુશ લગાવવા માટે પગલાં લેવા કહ્યું છે.

આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તે મતદારોને લાંચ આપવા જેવું છે.
ચીફ જસ્ટિસ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તે મતદારોને લાંચ આપવા જેવું છે. જ્યારે મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારના વકીલ કે.એમ નટરાજ પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો તો તેમણે કહ્યું કે તે ચૂંટણી પંચે નક્કી કરવાનું છે. આમાં કેન્દ્ર સરકારની કોઈ દખલગીરી નથી. પરંતુ જસ્ટિસ રમનાએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર પોતાને આ બાબતથી દુર રાખી શકે નહીં. ત્યારપછી કોર્ટે કેન્દ્ર સરકારને એફિડેવિટ દાખલ કરીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું છે.

જસ્ટિસ રમનાએ કોર્ટમાં હાજર રહેલા વકીલ અને પૂર્વ મંત્રી કપિલ સિબ્બલને કહ્યું કે તેમે પણ આ મામલે પોતાનો અભિપ્રાય આપી શકો છો. સિબ્બલે ફરી કોર્ટને કહ્યું કે આ કામ નાણાં પંચે જોવું જોઈએ. સિબ્બલના મતે નાણાપંચ એક નિષ્પક્ષ એજન્સી છે જે રાજ્યોને ફંડ આપે છે.આવી સ્થિતિમાં નાણાપંચ રાજ્ય સરકારોને ફંડ આપતા પહેલા, તે કહી શકે છે કે તમને મફત સુવિધાઓ આપવા માટે ફંડ ફાળવવામાં આવશે નહીં. સિબ્બલે જણાવ્યું હતું તેના નિયંત્રણની જવાબદારી સરકારો પર નાખવાથી કોઈ સમસ્યા ઉકેલાશે નહીં.

CJIએ આ મામલે વધુ સુનાવણી માટે આગામી બુધવાર એટલે કે 3 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે આ દરમિયાન તે જણાવે કે નાણાપંચ આના પર શું કરી શકે છે? સુપ્રીમ કોર્ટે કપિલ સિબ્બલને પણ પૂછ્યું કે તમારો શું અભિપ્રાય છે, આ અંગે સિબ્બલે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને નાણાં પંચને પૂછવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે નાણાં પંચ પાસેથી જાણો કે શું પહેલાથી જ દેવામાં ડૂબેલા રાજ્યમાં મફત યોજનાઓનો અમલ અટકાવી શકાય છે કે નહીં.

સમગ્ર દેશ પર 70 લાખ કરોડનું દેવું છે
અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે દરેક રાજ્ય પર લાખોનું દેવું છે. પંજાબ પર ત્રણ લાખ કરોડ રૂપિયા, યુપી પર છ લાખ કરોડ અને સમગ્ર દેશ પર 70 લાખ કરોડનું દેવું છે. આવી સ્થિતિમાં જો સરકાર મફતમાં સુવિધા આપે તો આ દેવું હજી વધશે. અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શ્રીલંકામાં જે રીતે દેશની અર્થવ્યવસ્થા કથળી છે અને ભારત પણ એ જ માર્ગે જઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે કેન્દ્ર સરકારના જવાબ બાદ આ મામલે આગામી સપ્તાહે સુનાવણી કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post