• Home
  • News
  • ઋષિકેશ પટેલનો ફરી મંત્રીમંડળમાં સમાવેશ:વિસનગરમાં સતત ચોથી વાત જીતેલા ઋષિકેશ પટેલને ફરીથી કેબિનેટમાં સ્થાન મળ્યું, આવો જાણીએ રાજકીય સફર
post

વર્ષ 2016માં ઋષિકેશ પટેલને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-12 17:29:31

રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે મુખ્યંત્રી મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલનો ફરીથી કેબિનેટ કક્ષામાં સમાવેશ થયો છે. ઋષિકેશભાઈ પટેલે 34 હજાર 405 મતની લીડથી કોંગ્રેસ કિરીટ પટેલને હરાવ્યા હતા. વિસનગર બેઠક પર ઋષિકેશ પટેલ 2012થી સતત જીતતા આવતા આવે છે, જેમને ભાજપે ચોથી વખત રિપિટ કર્યા હતા.

1990માં રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ
ઋષિકેશ પટેલનો જન્મ 1 જાન્યુઆરી, 1961ના રોજ થયો હતો. ઋષિકેશ પટેલ ઊંઝા તાલુકાના કહોડા ગામના વતની છે. તેઓ ધો. 12 પાસ છે અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. તેમના પિતાનું ગણેશભાઈ છે. ઋષિકેશભાઈ પટેલનો પરિવાર હાલ અમદાવાદ ખાતે છે, જ્યારે તેમનાં માતા કમળાબેન વિસનગર ખાતે છે. તેમના પત્નીનું નામ મીનાબેન છે. મહેસાણા જિલ્લાના વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રહી ચુકેલા ઋષિકેશ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત 1990માં કરી હતી. ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીજીના રથયાત્રા કાર્યક્રમ દરમિયાન પાર્ટી સાથે સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકર તરીકે તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં સફળતાની જવાબદારી વર્ષ 2007 સુધી નિભાવી હતી.

પ્રથમવાર 2007માં જીત્યા
2007માં વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે પસંદગી કરી ભાજપે તેમને મેદાને ઉતાર્યા હતા. જેમાં તેઓ ચૂંટણી લડીને પ્રથમવાર 29 હજાર 898 મતથી જંગી જીત મેળવી હતી. વર્ષ 2012માં પાર્ટીએ ફરી એક વાર વિધાનસભા ઉમેદવાર તરીકે તક આપતા તેઓ 29 હજાર 399 મતોથી વિજયી બન્યા હતા. ત્યારબાદ ત્રીજી વાર 2017માં પણ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે 2022માં પણ ભાજપે રિપિટ કરતા તેઓ જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા.

2007થી 2022 સુધી ધારાસભ્ય
વર્ષ 2016માં ઋષિકેશ પટેલને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. વિસનગર 22 વિધાનસભા મત વિસ્તારમાંમાં ઋષિકેશ પટેલ 2007થી 2022 સુધી ધારાસભ્ય તરીકે કામગીરી કરી છે. 2011થી 2019 દરમિયાન તેઓને મહેસાણા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં અધ્યક્ષ તરીકે જવાબદારી અપાઈ હતી. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામમાં ટ્રસ્ટી, શ્રી ઉમિયા સંસ્થા, ઉંઝા કારોબારી સભ્ય, તિરુપતિ ફાઉન્ડેશન સાથે પણ ઋષિકેશ પટેલ સંકળાયેલા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post