• Home
  • News
  • ઓમિક્રોનનું વધતું જોખમ:દુનિયાના 100 દેશમાં ફેલાઈ ચૂક્યો છે, ભારતમાં જાન્યુઆરીના અંત સુધીમાં સ્થિતિ બગડી શકે છે
post

ડેલ્ટા કરતાં 5-7 ગણી ઝડપથી ફેલાય છે ઓમિક્રોન

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-20 10:59:40

નવી દિલ્લી: ઓમિક્રોન, કોરોના વાયરસનું નવું મ્યૂટેશન 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત સામે આવ્યું હતું. અત્યારસુધીમાં એ લગભગ 100 દેશમાં પહોંચી ચૂક્યો છે અને WHOને ડર છે કે એ દુનિયાના મોટા ભાગના ભાગોમાં હાજર છે. ઓમિક્રોનની દહેશતથી બ્રિટન ધ્રૂજી રહ્યું છે, ફ્રાન્સ ડરી ગયું છે, નેધરલેન્ડે કડક લોકડાઉન લાગુ કર્યું છે. જર્મનીએ બ્રિટનથી આવનારા લોકો માટે તેના દરવાજા બંધ કરી દીધા છે. અહીં ભારત પણ નવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે.

દુનિયાભરમાં વૈજ્ઞાનિકો આ વેરિયન્ટથી વધતા સંક્રમણને અટકાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. હજી સુધી જે જાણી શકાયું છે એનાથી સ્પષ્ટ છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં અનેક ગણી ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. જોકે વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે આ વાયરસ ઓછો જીવલેણ છે.

વાઇરસનું મ્યૂટેશન અને બદલાતા સ્વરૂપને જીનોમ સિક્વન્સિંગ દ્વારા સમજાય છે. કેન્દ્ર સરકારે 38 સરકારી લેબનું નેટવર્ક બનાવ્યું છે, જ્યાં વાઇરસનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલિયરી સાયન્સ (ILBS)માં જીનોમ સિક્વન્સિંગ લેબ હાથ ધરવામાં આવી રહી છે.

જ્યારે કંઈક નવું જોવા મળે છે ત્યારે વૈશ્વિક વૈજ્ઞાનિક કોમ્યુનિટીને એલર્ટ કરી દેવામાં આવે છે.

સંસ્થાના ડાયરેક્ટર ડો.શિવકુમાર સરીનની નજર તેમના કોમ્પ્યુટર સ્ક્રીન પર સ્થિર છે. તેઓ દુનિયાભરના રિપોર્ટ્સ પર નજર રાખી રહ્યા છે. ILBSમાં કોરોનાની બદલાતી પ્રકૃતિ પર નજર રાખવામાં આવી રહી છે. વાઇરસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને કંઈપણ નવું મળે કે તરત જ રાજ્ય અને વૈશ્વિક વૈજ્ઞાનિક કોમ્યુનિટીને એલર્ટ કરી દેવામાં આવે છે.

ડો. સરીન કહે છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતાં ઓછામાં ઓછી 5-7 ગણી ઝડપે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. એ ભારતમાં પણ ઘણી જગ્યાએ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે જાન્યુઆરીના અંત સુધીમાં આપણા દેશમાં પણ ઓમિક્રોનના કેસ ઘણા વધારે હશે.

ડૉ. એકતા ગુપ્તા ILBSના ક્લિનિકલ વાયરોલોજી વિભાગના વડા છે. ILBSની જીનોમ સિક્વન્સિંગ લેબ તેમની દેખરેખ હેઠળ ચાલી રહી છે. તેઓ અને તેમની ટીમ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરના ડેટા પર નજર રાખે છે. ડૉ. એકતા કહે છે, 'અમારું કામ વાઇરસની પ્રકૃતિ અને એના ફેલાવાની પેટર્નને પકડવાનું છે, જેથી સરકાર મહામારીને રોકવા માટે યોગ્ય નિર્ણય લઈ શકે. કોવિડ વેરિયન્ટ જે અત્યારે ભારતમાં લોકોમાં જોવા મળી રહ્યું હતું એ ડેલ્ટા જ હતું.

તેઓ કહે છે કે મૂળ વુહાન વેરિયન્ટ મેળવવાનું બંધ થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોન વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે અને એવી આશંકા છે કે આગામી કેટલાંક અઠવાડિયાંમાં ઓમિક્રોન મુખ્ય વેરિયન્ટ થઈ જશે. શરૂઆતમાં ભારત સરકારની વ્યૂહરચના એ હતી કે દેશભરમાં પોઝિટિવ આવતા નમૂનાઓમાંથી 5% જીનોમ લેબમાં પહોંચે, જેથી એ જાની શકાય કે કોરોનાનો કયો વેરિયન્ટ વધુ સક્રિય છે.

વાસ્તવમાં જીનોમ સિક્વન્સિંગનો પડકાર એ છે કે એ સમય માગી લે એવું અને ખર્ચાળ છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં પર્યાપ્ત સંખ્યામાં સેમ્પલોની સિક્વેન્સિંગ કરવામાં પડકારો આવી શકે છે.

જીનોમ સિક્વન્સિંગ કેવી રીતે કરવામાં આવે છે?

·         ILBSની લેબમાં કામ કરતા જીનોમ સાયન્ટિસ્ટ ડૉ. પ્રમોદના જણાવ્યા અનુસાર, લેબમાં જીનોમ સિક્વન્સિંગ 4 સ્ટેપમાં થાય છે...

·         પ્રથમ કોરોના પોઝિટિવ સેમ્પલમાંથી RNAને અલગ કરવામાં આવે છે.

·         પછી આ RNA સેમ્પલની લાઇબ્રેરી તૈયાર કરવામાં આવે છે. દરેક સેમ્પલને એક ID આપવામાં આવે છે અને બધાને એકસાથે મિશ્રિત કરવામાં આવે છે.

·         આ લાઇબ્રેરીને કાર્ટ્રિજ પર મૂકવામાં આવે છે અને સિક્વન્સિંગ મશીનમાં દાખલ કરવામાં આવે છે. એક કાર્ટ્રિજમાં વધુમાં વધુ 384 સેમ્પલ રાખવામાં આવ્યાં છે. મશીન આ દરેક સેમ્પલને વાંચે છે અને સિકવન્સ બનાવે છે. આ પ્રક્રિયામાં 3 દિવસ જેટલો સમય લાગે છે.

·         અંતે, સેમ્પલના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે અને એ જાણવામાં આવે છે કે જે વાઇરસ મળ્યો છે એની સિકવન્સ શું છે. શું કોઈ નવું સ્વરૂપ અથવા મ્યૂટેશન તો નથી?

·         ડૉ. એકતા કહે છે, જિનોમ સિક્વન્સિંગમાંથી એકત્ર કરાયેલો ડેટા રાજ્યની સિસ્ટમમાં ફીડ કરવામાં આવે છે. એક રાષ્ટ્રીય પોર્ટલ છે, જ્યાં ડેટા પણ મોકલવામાં આવે છે. અમે અમારો ડેટા સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિક કોમ્યુનિટી સાથે પણ શેર કરીએ છીએ. દરેક સેમ્પલ અમે વૈશ્વિક સિસ્ટમમાં મૂકીએ છીએ, એમાં લેબનું એક ઇ-મેઇલ પણ હોય છે. જો એવું કંઈક છે, જે અમે જોયું નથી અને કોઈ અન્ય વૈજ્ઞાનિક જુએ છે તો તેઓ તરત જ અમને ઇ-મેઇલ દ્વારા જાણ કરશે. એક રીતે જોઈએ તો દુનિયાભરના વાયરોલોજિસ્ટ સાથે મળીને કામ કરી રહ્યા છે.

·         તેમના જણાવ્યા અનુસાર, ILBS લેબમાં સેમ્પલનું સિક્વેન્સિંગ કરવામાં આવ્યું હતું, એમાં નવેમ્બરના અંતમાં માત્ર ડેલ્ટા વેરિયન્ટ જ મળ્યા હતા. હવે કેટલાંક નવાં સેમ્પલમાં પણ ઓમિક્રોન જોવા મળ્યો છે. શુક્રવારે લેબમાં ઓમિક્રોનના 2 કન્ફર્મ કેસની પુષ્ટિ થઈ હતી.

·         ડૉ. એકતા કહે છે, 'સર્વેલન્સ અને નિવારણમાં સિક્વન્સિંગની ભૂમિકા વધુ હોય છે. અમે સિક્વન્સિંગ કરીએ છીએ, જેથી રોગ ફેલાતાં પહેલાં એને રોકી શકાય. એકવાર રોગ ફેલાઈ જાય પછી સિક્વન્સિંગ દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવે છે, જેથી નીતિવિષયક નિર્ણયો લઈ શકાય.

·         ઓમિક્રોન એ એક એવો વેરિયન્ટ છે, જેમાં સ્પાઇક પ્રોટીનમાં અનેક મ્યૂટેશન જોવા મળે છે. સ્પાઇક પ્રોટીન આ વાઇરસનું મહત્ત્વનું પ્રોટીન છે, કારણ કે એ જ અટેચ કરે છે અને વાઇરસ ફેલાય છે. વેક્સિન પણ આ માટે બનાવવામાં આવી છે. આ કારણોસર વૈજ્ઞાનિકને આશંકા છે કે આ વાઇરસ લોકોને મોટે પાયે સંક્રમિત કરશે.

·         ડૉ. એકતા કહે છે કે આ વાઇરસ ખતરનાક છે, કારણ કે એની વાયરેલિટી ઘણી વધારે છે. અત્યારસુધી જે ડેટા પ્રાપ્ત થયો છે એમાં સંતોષજનક બાબત એ છે કે જે લોકો ઓમિક્રોનથી સંક્રમિત થાય છે તેઓ ગંભીર રીતે બીમાર થતા નથી અને મોટા ભાગના લોકો જાતે જ સ્વસ્થ થઈ જાય છે. એનો મૃત્યુદર પણ ઓછો છે.

·         ડૉ. વરુણ જીનોમ વિજ્ઞાની છે અને તેઓ ILBS ની લેબમાં વાઇરસના જીનોમ સિક્વન્સનો અભ્યાસ કરે છે. વૈશ્વિક ડેટાનો ગ્રાફ બતાવતાં તેઓ કહે છે કે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ ઝડપથી વધશે. જ્યારે ડેલ્ટામાં સ્પાઇક પ્રોટીનમાં 15થી 18 મ્યૂટેશન જોવા મળ્યા હતા, ત્યારે ઓમિક્રોનમાં માત્ર સ્પાઇક પ્રોટીનમાં 30થી વધુ મ્યૂટેશન દર્શાવે છે. ભવિષ્યમાં વધુ પરિવર્તનો જોવા મળી શકે છે.

·         ભારત કેટલું તૈયાર છે?
ડો.શિવકુમાર સરીન કહે છે, 'અમને બીજી લહેરનો અનુભવ છે. પ્રશિક્ષિત ડોકટરો અને સ્ટાફ. અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો થયો છે, પરંતુ ઓમિક્રોન સામેની લડાઈમાં સફળતા એના પર નિર્ભર છે કે લોકો કેટલા તૈયાર છે. માસ્ક જ આપણને વાઇરસથી બચાવશે. વેક્સિન આપણને વાઇરસથી રક્ષણ આપશે. વાઇરસથી બચવા માટે લોકોએ સ્લેફ-લોકડાઉન લાગુ કરવું પડશે. કારણ વગરનું બહાર જવાનું પણ બંધ કરવું પડશે.

·         તેઓ કહે છે, આપણે નવાં નવાં મ્યૂટેશનને જાણવા અને એની તપાસ કરવી જરૂરી છે. આ બધું જીનોમ સિક્વેન્સિંગ દ્વારા જ થાય છે. ILBSની જિનોમ સિક્વન્સિંગ લેબ્સ ઘણી અદ્યતન છે. જો જરૂર હોય તો આપણે સમયાંતરે એની ક્ષમતા પણ વધારી શકીશું.

·         ડૉ. એકતા વાયરસના બદલાતા સ્વરૂપ વિશે ચિંતિત છે. તેઓ કહે છે કે એવું ન કહી શકાય કે ઓમિક્રોન એ કોરોનાનું અંતિમ મ્યૂટેશન છે. અમે આ વાઇરસને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને વાયરસ એના અસ્તિત્વને બચાવવા માટે આવી સ્થિતિમાં તે પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને ભવિષ્યમાં પણ એનું સ્વરૂપ બદલી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post