• Home
  • News
  • શું રિયાએ પુરાવા નષ્ટ કર્યા?:રિયાએ સુશાંતનું ઘર છોડ્યા પહેલા 8 હાર્ડડિસ્કનો ડેટા ડિલીટ કરાવ્યો હતો, સુશાંતના પિતાના વકીલે કહ્યું- હત્યાનું કાવતરું ઘડ્યું હતું
post

સુશાંતના રૂમમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણીએ આ ઘટસ્ફોટ CBI પૂછપરછમાં કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 11:04:25

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની CBI તપાસમાં નવા નવા ઘટસ્ફોટો થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુશાંત અને રિયા ચક્રવર્તી વચ્ચે 8 જૂને ઝઘડો થયો હતો. સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાણીના હવાલાથી આ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝઘડા પછી રિયાએ કોમ્પ્યુટરની 8 હાર્ડડિસ્કમાંથી ડેટા ડિલીટ કરાવ્યો હતો. જેના માટે IT પ્રોફેશનલને પણ બોલાવવામાં આવ્યો હતો.તો આ તરફ સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, જો ડેટા ડિલીટ કરાવવાની વાત સાચી છે, તો સ્પષ્ટ થઈ જાય છે કે સુશાંતની હત્યાનું કાવતરું ઘડાયું હતું.

પિઠાણીએ CBIને જણાવ્યું કે જ્યારે ડેટા ડિલીટ થઈ રહ્યો હતો ત્યારે સુશાંત પણ હાજર હતા. તેમના કહેવા પર જ ડેટા ડિલીટ કરવામાં આવ્યો હતો. ત્યારપછી રિયા સુશાંતનું ઘર છોડીને નીકળી ગઈ હતી. જો કે, તેમણે એ સ્પષ્ટતા નથી કરી કે, હાર્ડડિસ્કમાં શેનો ડેટા હતો. હવે તેની ભાળ મેળવવાનો નવો પડકાર CBI સામે આવ્યો છે.

હાર્ડડિસ્કમાં સુશાંત અને રિયાનો પર્સનલ ડેટા હોઈ શકે છે
માનવામાં આવી રહ્યું છે કે, હાર્ડડિસ્કમાં રિયા અને સુશાંતના પર્સનલ વીડિયો અને ફોટોગ્રાફ હોઈ શકે છે. જો કે, તેની સત્તાવાર પુષ્ટી CBI તરફથી હજુ સુધી કરાઈ નથી. 8 જૂનની રાતે રિયાએ તેના ભાઈ શોવિક ચક્રવર્તીને પણ સુશાંતના ઘરે બોલાવ્યો હતો. ત્યારપછી બન્નેએ ત્રણ સૂટકેસ ભરીને સામાન લીધો અને રિયા અભિનેતાનું બાંદ્રા વાળું ઘર છોડીને જતી રહી હતી. જેની પુષ્ટી બિલ્ડિંગના ચોકીદારે પણ કરી છે,જેને બુધવારે CBIની ટીમે પૂછપરછ માટે DRDO ગેસ્ટહાઉસ બોલાવ્યો હતો.

રિયા પર ડ્રગ્સ લેવાના પણ આરોપ
ED, CBI
અને તેના પછી હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પણ રિયા સહિત 5 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. રિયા સાથે સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, જયા શાહ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન EDએ રિયા દ્વારા ડિલીટ કરાયેલી ચેટ ફરી મેળવી હતી, જેમાં ડ્રગ્સ અંગેની વાતચીત કરવામાં આવી હતી. આ માહિતી NCBને સોંપી દેવાઈ હતી.

NCBની ટીમ ઝડપથી રિયા અને અન્ય આરોપીઓની પૂછપરછ કરી શકે છે. જો કે, રિયાના વકીલ સતીશ માનશિંદેએ આરોપોને ખોટા ગણાવતા દાવો કર્યો છે કે રિયાએ ક્યારેય ડ્રગ્સ નથી લીધું

ચેટમાં હાઈ ડ્રગનો ઉલ્લેખ
રિયાની જે ચેટ EDએ લીધી છે, તેમાં MDMA નામના હાઈ ડ્રગનો ઉલ્લેખ કરાયો છે. આ ડ્રગ મુંબઈમં થતી પાર્ટીઓમાં ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત સેમ્યુઅલ મિરાંડાએ રિયાને લખ્યું છે કે, હેલો રિયા, સામાન લગભગ ખતમ થઈ ગયો છે. એક ચેટમાં જયા શાહે રિયાને લખ્યું છે કે, પાણી, ચા કે કોફીમાં ચાર બૂંદ નાંખીને એને આપી દેજે. પછી 40 મીનિટ લાગશે.

CBIની પૂછપરછ ચાલું
CBI
એ બુધવારે પણ પૂછપરછનો સિલસિલો યથાવત રાખ્યો. તપાસ એજન્સીએ સુશાંત સાથે રહેતા સિદ્ધાર્થ પિઠાણી, કુકુ નીરજ અને બિલ્ડિંગના વોચમેનની પણ પૂછપરછ કરી છે. જ્યાં સુશાંત રહેતા હતા. આ ઉપરાંત કેસની તપાસ સાથે સંકળાયેલા બે પોલીસ અધિકારીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી છે.

માનવાધિકાર પંચે નોટિસ મોકલી
રિયાને કૂપર હોસ્પિટલના મોર્ચુરીમાં જવાની મંજૂરી આપવાના કેસમાં મહારાષ્ટ્ર માનવાધિકાર પંચે કૂપર હોસ્પિટલ સંચાલન અને મુંબઈ પોલીસને નોટિસ મોકલી છે. પંચે બન્નેને સવાલ કર્યો છે કે રિયાને કયા નિયમ હેઠલ મોર્ચુરીમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.

કેસમાં ઘણું રહસ્ય છેઃ વિકાસ
સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહ કહ્યું કે, મને લાગે છે કે આ કેસમાં ઘણું રહસ્ય છે. આ ભયાનક છે. આનાથી ખબર પડે છે કે આ કેસમાં મોટા માથાઓનો પણ હાથ છે. સૌથી પહેલા મુંબઈ પોલીસ કમિશનર અને એ વિસ્તારના DCPને સસ્પેન્ડ કરવા જોઈએ.

તેમણે કહ્યું કે, જો સિદ્ધાર્થ પિઠાણીનું નિવેદન સાચું છે કે સુશાંતનું ઘર છોડતા પહેલા રિયાએ હાર્ડડ્રાઈવ નષ્ટ કરી છે, તો આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. આ બધુ કાવતરા પ્રમાણે થયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post