• Home
  • News
  • સુશાંત મુદ્દે રિયાનો ખુલાસો:રિયા ચક્રવર્તીએ કહ્યું, ‘હા, હું સુશાંતના શબ પાસે ‘સોરી બાબુ’ બોલી હતી, બીજું તો શું કહું? એના મોતને મજાક બનાવી દેવાયું છે’
post

આ ઈન્ટરવ્યૂમાં જ એણે શબઘરમાં જવાનો અને સુશાંતના મૃતદેહ પાસે ‘સોરી બાબુ’ બોલવાનો આખો ઘટનાક્રમ પણ કહ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 11:50:18

સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોત પછી સુશાંતના પરિવાર અને સુશાંતના ફેન્સના ટાર્ગેટમાં આવી ગયેલી રિયા ચક્રવર્તી ગુરુવારે અચાનક મીડિયા સમક્ષ હાજર થઈ. એક ખાનગી મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં રિયાએ પોતાના પર લાગી રહેલા તમામ આરોપો વિશે ખુલાસાઓ કર્યા. આ ઈન્ટરવ્યૂમાં જ એણે શબઘરમાં જવાનો અને સુશાંતના મૃતદેહ પાસે સોરી બાબુબોલવાનો આખો ઘટનાક્રમ પણ કહ્યો.

ઈન્ડિયા ટુડેન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સુશાંતના મૃત્યુના સમાચાર મળ્યાની ઘડી વિશે રિયાએ કહ્યું, ‘14 જૂનની બપોરે 2 વાગ્યે હું મારા ઘરમાં મારા ભાઈ સાથે મારા રૂમમાં હતી. મારી એક મિત્રનો ફોન આવ્યો કે આવી અફવાઓ ચાલી રહી છે કે આવું થયું છે, તો આ અફવાઓનો રોકાવો. એને નહોતી ખબર કે હું મારા ઘરમાં જ છું. એણે કહ્યું કે સુશાંતને કહો કે પોતાના તરફથી એક સ્ટેટમેન્ટ બહાર પાડે અને ત્યારે જ મને લાગ્યું કે આવી અફવા કઈ રીતે આવી શકે. પણ ત્યાં જ દસ-પંદર મિનિટમાં ક્યાંકથી કન્ફર્મેશન આવી ગયું.

સુશાંતનો પરિવાર નહોતો ઈચ્છતો કે હું ત્યાં જાઉં
સુશાંતના મોતના સમાચાર મળ્યા પછી એને જોવા માટે એમના ઘરે જવા વિશે રિયાએ કહ્યું, ‘ના, હું એમના ઘરે નહોતી ગઈ. હું ભાંગી પડી હતી, પૂરેપૂરી આઘાતમાં હતી. આવું કઈ રીતે બની શકે એ મને સમજાતું જ નહોતું. મને કહેવામાં આવ્યું કે ફ્યુનરલમાં આવનારા લોકોની યાદીમાં મારું નામ નથી. ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોનાં નામ હતાં. એમાંથી જ મને ખબર પડી કે હું જઈ શકું એમ છે જ નહીં. કેમ કે, મારું નામ નથી અને એ લોકો હું ત્યાં જાઉં તે ઈચ્છતા નથી. એમનો પરિવાર નથી ઈચ્છતો કે હું ત્યાં હાજર રહું.

અંતિમવિધિમાં જનારા લોકોમાં મારું નામ નહોતું
રિયાએ કહ્યું, ‘હું એની અંતિમવિધિમાં જવા માટે તૈયાર હતી, પણ ઈન્ડસ્ટ્રીના મારા જે એક-બે મિત્રોને બોલાવાયા હતા, એમણે મને ફોન કરીને અને એકે ઘરે આવીને પણ સમજાવ્યું કે તું ત્યાં નહીં જઈ શકે. તારું નામ પણ લિસ્ટમાં નથી, તારું અપમાન થશે અને તને કાઢી મૂકવામાં આવશે. આમેય તારી માનસિક સ્થિતિ બરાબર નથી. એટલે તું ન જા એ જ યોગ્ય છે. અને આ વાત મને દિવસ દરમિયાન જ સમજાઈ ગઈ હતી કેમ કે અમે સવારથી રાહ જોઈ રહ્યાં હતાં કે હું સુશાંતને ક્યારે મળી શકું તેની મને ખબર પડે. આ કારણોસર જ મારા બે મિત્રોએ મને કહેલું કે તું એકવાર એમની બોડી જોઈ લે એ તારા માટે જરૂરી છે. નહીં તો આવું થયું છે એનો તને ક્યારેય વિશ્વાસ બેસશે જ નહીં. આ વાત સ્વીકારવી બહુ અઘરી હોય છે.

સુશાંતને સોરી બાબુકહેલું કારણ કે...
શબઘરમાં સુશાંતને છેલ્લી વાર સોરી બાબુ કહેવાનું કારણ પૂછવામાં આવ્યું તે મુદ્દે રિયાએ કહ્યું, ‘તો આવી સ્થિતિમાં કોઈ બીજું કહે પણ શું, એવી વ્યક્તિને જેનો જીવ જતો રહ્યો હોય? આઈ એમ સોરી કે તમે તમારો જીવ ગુમાવ્યો, અને આજે આઈ એમ સોરી કે તમારા મોતને એક મજાક બનાવી દેવામાં આવ્યું છે. મને દુઃખ છે કે તમારી અંતિમ યાદગીરી તરીકે તમારાં સારાં કામ, તમારી બુદ્ધિમત્તા અને તમારી ચેરિટી માટે તમને યાદ કરવામાં નહીં આવે. મને દુઃખ છે કે સૌએ તમારા મોતને મજાક બનાવી દીધું છે અને મને દુઃખ છે કે તમારે તમારો જીવ ગુમાવવો પડ્યો. જો હવે આને પણ ખોટા અર્થમાં લેવામાં આવશે તો હવે શું કહેશો?’

શબઘરમાં માત્ર 3-4 સેકન્ડ જ રહી હતી
શબઘરમાં રહેવા વિશે રિયાએ કહ્યું કે, ‘કદાચ 3-4 સેકન્ડ જ રહી હોઈશ. મને બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. મારા મિત્રોએ કોઈને વિનંતી કરી હતી કે એકવાર બોડી જોવા ઈચ્છે છે, તો એમણે કહ્યું કે એકવાર પોસ્ટમોર્ટમ પૂરું થઈ જશે અને બોડી ફ્યુનરલ માટે વેન તરફ લઈ જવામાં આવી ત્યારે મેં 3-4 સેકન્ડ માટે બોડી જોઈ હતી, અને ત્યારે મેં એને સોરી કહેલું. ત્યારે મેં સન્માન રૂપે એમનો ચરણસ્પર્શ પણ કર્યો હતો. અને મને લાગે છે કે ભારતીય હોવાને નાતે કોઈપણ વ્યક્તિ સમજી શકે છે કે કોઈ વ્યક્તિ બીજાના પગે શા માટે લાગે.

 

adv

Related News

post
post
post
post
post
post
post