• Home
  • News
  • અમદાવાદમાં રસ્તા ખાલી, બજારો બંધ, પ્રદૂષણ 30 ટકા ઘટી ગયું
post

છેલ્લા કેટલાય વર્ષોમાં પહેલીવાર નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર બંધ રહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 08:33:02

અમદાવાદઃ જનતા કર્ફ્યૂનું શહેરીજનોએ ચુસ્તપણે પાલન કર્યું હતું. રસ્તાઓ સૂમસામ હતા, શહેરના પાંખકુવા, ગાંધી રોડ, રતનપોળ, ભીડભંજન જેવા મોટાં મોટાં બજારો બંધ હતાં. શહેરની નાઇટલાઇફ માટે જાણીતું માણેકચોકનું ખાણીપીણી માર્કેટ પણ રાતે બંધ હતું. શહેરનાં નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર પહેલી વાર બંધ રહ્યું હતું. ગુજરી બજાર 18 વર્ષે બંધ રહ્યું હતું. દિવસભર શહેરના રસ્તાઓ માણસોને બદલે પંખીઓ જોવાં મળ્યાં હતાં. શહેર જાણે પંખીનગર બની ગયું હતું. બીજી તરફ રસ્તાઓ પર વાહનો ન દોડતા તથા ફેક્ટરીઓ બંધ હોવાને કારણે શહેરના વિવિધ વિસ્તારોનું પ્રદૂષણ 30થી 50 ટકા જેટલું ઘટી ગયું હતું.  અમદાવાદનું પ્રદૂષણનું સ્તર 106

નાઇટલાઇફની શાન સમાન માણેકચોક રાત્રે પણ બંધ રહ્યું
શહેરમાં જનતા કર્ફ્યુને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. જવલ્લેજ બંધ રહેતા બજારો પણ સંપૂર્ણ બંધ રહ્યા હતા. અમદાવાદની નાઇટલાઇફની શાન સમાન માણેકચોક પણ સજ્જડ બંધ રહ્યું હતું. જનતા કર્ફ્યુનો સમય પુરો થયા પછી પણ વેપારીઓએ બંધ પાળ્યો હતો. આ ઉપરાંત લૉ-ગાર્ડન હેપી સ્ટ્રીટ પણ બંધ રહી હતી. હજુ પણ 25 તારીખ સુધી માણેકચોક ખાણી-પીણી બજાર સહિતના તમામ રેસ્ટોરન્ટ બંધ રાખવામાં આવશે. આ બજારો ફરજિયાત બંધ રાખવા માટે રવિવારે સાંજથી જ ખાડિયા સહિત કોટ વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળે નહીં તે માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ અને ક્રોસ પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. સોમવારે પણ કલમ 144નું પાલન કરાવવા માટે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે.

રસ્તાઓ પર વાહનો કરતાં કબૂતરોની સંખ્યા વધી ગઈ

વૈશ્વિક મહામારી બનેલા કોરોના વાઇરસ સામે વિશ્વભરના લોકોએ નમસ્તેકરવાની ભારતની પરંપરા અપનાવી લીધી છે. શહેરનું નમસ્તે સર્કલ આનુ પ્રતિક બન્યું છે. રવિવારે જનતા કર્ફ્યુના દિવસે શહેરભરમાં વાહનો થંભી ગયા હતા જેના પરિણામે કબૂતરોને જાણે પોતાનો નવો રસ્તો મળી ગયો હતો તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. નમસ્તે સર્કલ સહિત સંખ્યા બંધ રસ્તા પર કબૂતરો ચણની શોધમાં આમ તેમ ઉડતા જોવા મળ્યા હતા. સામાન્ય દિવસોમાં કબૂતરોને સહેલગાહ કરવા માટે આવા સુમસામ રસ્તા મળતા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post