• Home
  • News
  • 'રોકી ઔર રાની કી લવ સ્ટોરી'નું ટીઝર રિલીઝ:આલિયા-રણવીરની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી, ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે
post

શાહરૂખ ખાને પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોકી અને રાનીનું ટીઝર શેર કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-20 19:00:07

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફરી એકવાર ફિલ્મમેકર કરણ જોહર રોમેન્ટિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યા છે. ટીઝરમાં રણવીર સિંહ અને આલિયાની જબરદસ્ત રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

ટીઝર રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર છે
ટીઝર જોઈને કરણની ઘણી રોમેન્ટિક ફિલ્મો યાદ આવી ગઈ. આ ફિલ્મમાં રણવીર, આલિયા ઉપરાંત શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ છે. રોકી ઔર રાનીના ટીઝરમાં ફેમિલી, ડ્રામા, મસાલા અને રોમાન્સ બધું જ છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 28 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સાથે કરણ એક ફિલ્મમેકર તરીકે બોલિવૂડમાં તેના 25 વર્ષની ઉજવણી કરી રહ્યો છે.


શાહરૂખ ખાને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા
શાહરૂખ ખાને પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોકી અને રાનીનું ટીઝર શેર કર્યું છે. કિંગ ખાને પણ ટીઝર શેર કરતા કરણ જોહરના વખાણ કર્યા છે. શાહરૂખે લખ્યું, 'વાહ કરણ તમે ફિલ્મમેકર તરીકે 25 વર્ષ પૂરા કર્યા છે. તમારા પિતા અને મારા અંકલ ટોમ સ્વર્ગમાંથી આ જોઈ રહ્યા હશે અને ખૂબ ગર્વ અનુભવતા હશે. મેં હંમેશા તમને વધુ ફિલ્મો બનાવવાનું કહ્યું છે કારણ કે આપણે પ્રેમના જાદુને જીવનમાં લાવવાની જરૂર છે. ફક્ત તમે જ આ કરી શકો છો. રોકી અને રાનીની લવસ્ટોરીનું ટીઝર સુંદર લાગી રહ્યું છે. તમને ઘણો પ્રેમ, કલાકારો અને ક્રૂને શુભેચ્છાઓ.

adv

Related News

post
post
post
post
post
post
post