• Home
  • News
  • રોહિત ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બન્યો:પૂજારા-રહાણેની SL સિરીઝથી બાદબાકી, ગુજરાતના પ્રિયાંકની ટેસ્ટ ટીમમાં એન્ટ્રી; T20માં સેમસનનું કમબેક
post

ઈન્ડિયન ટીમ અત્યારે વેસ્ટ ઈન્ડીઝ સામે સિરીઝ રમી રહી છે, જેની વન-ડે સિરીઝમાં ભારતે વિન્ડીઝનો 39 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઈટ વોશ કરી દીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-19 17:08:57

ભારતીય ટીમને ટેસ્ટ ટીમમાં નવો કેપ્ટન મળી ગયો છે. હવે ત્રણેય ફોર્મેટની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને આની જાહેરાત કરી હતી. આની સાથે જ શ્રીલંકા સામે રમાનારી 3 મેચની T20 અને ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને રિષભ પંતને T20I સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં પૂજારા અને રહાણેની પસંદગી કરવામાં આવી નથી.

વિરાટને ODI ટીમની કેપ્ટનશિપથી હટાવ્યા પછી BCCIએ વન-ડે ટીમની કમાન પણ હિટમેનને સોંપી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલાં ફિટનેસનાં કારણસર તે પ્રવાસ પર જઈ શક્યો નહોતો અને તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન તરીકે પસંદ કરાયો હતો, જ્યાં ભારતનો 0-3થી વ્હાઈટવોશ થઈ ગયો હતો.

શ્રીલંકા સિરીઝથી કેપ્ટનશિપની શરૂઆત કરશે

·         પ્રેસ-કોન્ફરન્સમાં ચેતન શર્માએ કહ્યું હતું કે ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે, જ્યાં રોહિત પહેલીવાર ટેસ્ટ ટીમની કમાન સંભાળતો જોવા મળશે.

·         2013માં ભારત માટે પ્રથમ ટેસ્ટ રમનારો રોહિત ટીમ ઈન્ડિયાનો 35મો ટેસ્ટ કેપ્ટન હશે.

·         ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ 4 માર્ચથી મોહાલીમાં રમાશે.

હિટમેન 35મો ટેસ્ટ કેપ્ટન બન્યો
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં મળેલી હાર પછી વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપથી પણ રાજીનામું આપી દીધું હતું. જેથી હવે રોહિત શર્માને ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલીના સુકાનીપદ છોડ્યા પછી ક્રિકેટજગતમાં એ સવાલ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો કે ભારતીય ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ હશે? રોહિત સિવાય કેએલ રાહુલ, રિષભ પંત અને જસપ્રિત બુમરાહનું નામ પણ કેપ્ટનશિપની રેસમાં દેખાઈ રહ્યું હતું. જોકે ત્યાર પછી BCCI ફરીથી ત્રણેય ફોર્મેટમાં એક કેપ્ટનની નીતિ પર આવી ગયું છે અને રોહિતને કેપ્ટન તરીકે પસંદ કરી દીધો છે.

 

24 ફેબ્રુઆરીથી સિરીઝ શરૂ થશે
BCCI
એ મંગળવારે ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આયોજિત સિરીઝના શિડ્યૂલ અંગે જાહેરાત કરી દીધી છે. આ ટૂરની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થશે, જેની 2 મેચની ટેસ્ટ સિરીઝ 4 માર્ચથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે મોહાલી ટેસ્ટ મેચથી 4 માર્ચે વિરાટ કોહલી 100મી ટેસ્ટ રમવા માટે મેદાનમાં ઊતરશે. વળી, T20 સિરીઝની શરૂઆત 24 ફેબ્રુઆરીથી શરૂ થશે.

રોહિતની કેપ્ટનશિપમાં વિંન્ડીઝનો વ્હાઈટવોશ
ઈન્ડિયન ટીમ અત્યારે વેસ્ટ ઈન્ડીઝ સામે સિરીઝ રમી રહી છે, જેની વન-ડે સિરીઝમાં ભારતે વિન્ડીઝનો 39 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઈટ વોશ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે 3-0થી સિરીઝ જીત્યા પછી હવે આજે બુધવારે ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 T20 મેચની સિરીઝ રમાવા જઈ રહી છે. તેવામાં વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી આ બંને ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post