• Home
  • News
  • પાક નુકસાનીની સહાય માટે ખેડૂતો 14 જાન્યુ. સુધી અરજી કરી શકશે, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 5 ટકાનો વધારો
post

રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-02 11:07:28

અમદાવાદઃ રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે જાન્યુઆરી 2020ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ નિર્ણય સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે.રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વધારો 1 જુલાઈ 2019થી અમલમાં આવશે અને જુલાઈ 2019થી ડિસેમ્બર 2019 સુધીનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવાશે. આમ હવે કર્મચારીઓને 12 ટકાની જગ્યા 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જ્યારે પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં 14 દિવસનો વધારો કર્યો છે. આમ ખેડૂતો 14 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે.

રાજ્ય સરકારના પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ મળી કુલ 9 લાખ 61 હજાર 638 કર્મચારીઓને લાભ મળશે. જેમાં રાજ્ય સરકારના 2 લાખ 6 હજાર 447, પંચાયત વિભાગના 2 લાખ 25 હજાર 83 અને 79 હજાર 599 અન્ય કર્મચારી તેમજ 4 લાખ 50 હજાર 509 પેન્શનર્સનો સમાવેશ થાય છે. મોંઘવારી ભથ્થામાં કરેલા વધારાને પગલે રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક લગભગ રૂ. 1,821 કરોડનો બોજ પડશે.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 28 જિલ્લામાં કુલ 37 મેડિકલ કોલેજો કાર્યરત થશે. રાજ્યમાં 500 બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત 6300થી વધુ બેઠકો ઉપલબ્ધ બનશે.

રાજ્ય સરકારે જાહેર કરેલા પાક નુકસાનીના રૂ.3795 કરોડના રાહત પેકેજ પૈકી અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર ખેડૂતોને રૂ. 617.92 કરોડની રકમ સીધી તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 લાખ 28 હજાર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાંના બાકી રહેતા ખેડૂતોની અરજીની ચકાસણી ચાલી રહી છે અને તેમને સત્વરે સહાય ચૂકવી દેવામાં આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post