• Home
  • News
  • સચિન તેંડુલકરે 5.5 વર્ષ પછી બેટિંગ કરી, પોન્ટિંગ-11ની ટીમે ગિલક્રિસ્ટ-11ને 1 રને હરાવી
post

સચિન પોન્ટિંગ-11નો કોચ હતો, તેણે ઇનિંગ્સ બ્રેક દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસા પેરી સામે 1 ઓવર બેટિંગ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 10:28:44

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે રવિવારે મેલબોર્નના જંકશન ઓવલ ગ્રાઉન્ડ ખાતે 5.5 વર્ષ પછી બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગના અસરગ્રસ્ત લોકોને આર્થિક સહાય આપવા એક ક્રિકેટ ચેરિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મેચ મારફતે 7.7 US મિલિયન ડોલરનું ફંડ મળ્યું હતું. મેચમાં પોન્ટિંગ-11ની ટીમે ગિલક્રિસ્ટ 11ની ટીમને 1 રને હરાવી હતી. સચિન મેચમાં પોન્ટિંગ-11નો કોચ હતો અને ઇનિંગ્સ બ્રેક દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયન વુમન્સ ઓલરાઉન્ડર એલિસ પેરી સામે એક ઓવર બેટિંગ કરી હતી.

ઓવર: એલિસા પેરી ટૂ સચિન તેંડુલકર

પહેલો બોલ: શોર્ટ બોલ, સચિને બોલને ફાઈન લેગ પર ફ્લિક કર્યો
બીજો બોલ: પેડ પરના બોલને સચિને બેકવર્ડ સ્કવેર લેગ પર માર્યો
ત્રીજો બોલવધુ એક ફૂલ બોલ, સચિને આરામથી શોર્ટ-ફાઈન લેગ પર ગાઈડ કર્યો
ચોથો બોલ: ગુડ લેન્થ આઉટસાઇડ ઓફ, સચિને બેકફૂટ પર ઉભા રહીને બેટનું ફેસ ખોલીને થર્ડમેન પર બોલને દિશા આપી
પાંચમો બોલ (એનાબેલ સુધરલેન્ડ): લો- ફૂલ ટોસ, કવર ડ્રાઈવ
છઠ્ઠો બોલમીડ-ઓન પર ડ્રાઈવ કર્યો

પોન્ટિંગ-11 10 ઓવરમાં 104 રન કર્યા: એડમ ગિલક્રિસ્ટે ટોસ જીતીને પોન્ટિંગની ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પોન્ટિંગની ટીમે 10 ઓવરમાં 5 વિકેટે 104 રન કર્યા હતા. તેમના માટે પાંચમા ક્રમે બેટિંગ કરવા આવેલા બ્રાયન લારાએ 11 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 30 રન કર્યા હતા. જ્યારે કેપ્ટન પોન્ટિંગે 14 બોલમાં 4 ફોરની મદદથી 26 રન કર્યા હતા. બંને લેજેન્ડ વ્યક્તિગત સ્કોરે રિટાયર્ડ હર્ટ થયા હતા. 10 ઓવરની મેચમાં અહીં રિટાયર્ડ હર્ટ એટલે અન્યને બેટિંગ કરવાની તક આપવી. ઓપનર જસ્ટિન લેન્ગર અને મેથ્યુ હેડને અનુક્રમે 6 અને 16 રન કર્યા હતા. ગિલક્રિસ્ટ 11 માટે કર્ટની વોલ્શ, યુવરાજ સિંહ અને એન્ડ્રુ સાયમન્ડ્સે 1-1 વિકેટ લીધી હતી.

ગિલક્રિસ્ટની ટીમ 1 રને મેચ હારી: રનચેઝમાં ગિલક્રિસ્ટ 11ની શરૂઆત શાનદાર રહી હતી. તેમણે 3 ઓવરમાં 1 વિકેટે 49 રન કર્યા હતા. ગિલક્રિસ્ટે 11 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 17 રન કર્યા હતા. તે લુક હોજની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે શેન વોટ્સને 9 બોલમાં 2 ફોર અને 3 સિક્સ થકી 30 રન કર્યા હતા. ત્યારબાદ વોટ્સન રિટાયર્ડ હર્ટ થયો હતો. તે બંને પછી મિડલ ઓર્ડર નિષ્ફ્ળ રહ્યું હતું. બ્રેડ હોજ 0, યુવરાજ સિંહ 2 અને એલિસા વિલાની 6 રન કરી શક્યા હતા. એન્ડ્રુ સાયમન્ડ્સે 13 બોલમાં 3 ફોર અને 2 સિક્સ મારી 29 રન કર્યા હતા, પરંતુ ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યો નહોતો. બ્રેટ લીએ 2 અને લુક હોજે 1 વિકેટ લીધી હતી.

2 ઓવરમાં 21 રનની જરૂર હતી, અકરમે 4 રન આપીને મેચનું રૂપ બદલ્યું: ગિલક્રિસ્ટ 11ને મેચ જીતવા 2 ઓવરમાં 21 રનની જરૂર હતી. તેવામાં 9મી ઓવર વસીમ અકરમે નાખી હતી. અકરમે તે પહેલા 1 ઓવરમાં 17 રન આપ્યા હતા, જોકે બીજી ઓવરમાં તેણે માત્ર 4 રન આપીને મેચનું રૂપ બદલ્યું હતું. અંતિમ ઓવરમાં 16 રન ડિફેન્ડ કરતા ક્રિશ્ચિયને 15 રન આપ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post