• Home
  • News
  • સૈફ અલી ખાનની દીકરી સારા ઓરેન્જ બિકીનીમાં જોવા મળી, સો.મીડિયામાં તસવીરો વાઇરલ
post

સારા અલી ખાને સો.મીડિયામાં તસવીરો શૅર કરી છે. આ તસવીરો તે માલદીવ્સ ગઈ તે સમયની છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 09:58:17

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન થોડાં સમય પહેલાં માલદીવ્સ ગઈ હતી.સારાએ સો.મીડિયામાં માલદીવ્સની કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તે ઓરેન્જ-પિંક બિકીનીમાં જોવા મળી હતી.

ગોર્જિયસ લાગી
સારાએ સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તે માલદીવ્સના બીચ પર જોવા મળે છે. તેણે પિંક તથા ઓરેન્જ રંગની બિકીની પહેરી હતી. આ તસવીરો શૅર કરીને સારાએ કહ્યું હતું, 'ફક્ત હૃદયથી તમે આકાશને સ્પર્શી શકો છો.'

આ પહેલાં તેણે નિયોન સ્વીમવેર પહેર્યા હતાં
બિકીની તસવીરો શૅર કરી તે પહેલાં સારાએ નિયોન બીચવેર પહેર્યાં હતાં, જેમાં તે ઘણી જ સ્ટનિંગ લાગતી હતી.

ધનુષ-અક્ષય સાથે જોવા મળશે
સારા અલી ખાન ફિલ્મ 'અતરંગી રે'માં અક્ષય કુમાર તથા ધનુષ સાથે જોવા મળશે. સારા પહેલી જ વાર અક્ષય કુમાર તથા ધનુષ સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સંગીત એ આર રહેમાનનું છે. ફિલ્મના ગીતો હિમાશું શર્માએ લખ્યા છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે માર્ચમાં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કોરોનાને કારણે શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું. ઓક્ટોબર, 2020માં ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સારા છેલ્લે ફિલ્મ 'કુલી નંબર 1'માં જોવા મળી હતી. ડેવિડ ધવનની આ ફિલ્મમાં વરુણ ધવન હતો. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

ડ્રગ્સ કેસમાં સારાનું નામ
માર્ચ મહિનામાં NCBએ કોર્ટમાં 12 હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી. કોર્ટના સૂત્રોના મતે, NCB33 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ તમામ સુશાંતને સીધી રીતે ડ્રગ્સ આપતા હતા અને પ્રોક્યોરમેન્ટની સાથે સાથે ઈલિસિટ ફાયાનાન્સિંગ સાથે જોડાયેલા છે.

કોર્ટમાં જે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, તેમાં દીપિકા પાદુકોણનું નામ નથી. દીપિકાનો કેસ NCBના કેસ નંબર 15 સાથે જોડાયેલો છે અને જે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, તે કેસ નંબર 32 છે, જે હેઠળ ભારતી સિંહ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરના નામ સામેલ છે.

adv

Related News

post
post
post
post
post
post
post