• Home
  • News
  • સતેન્દ્ર સિંહે પોતાનો ખર્ચ કાઢવા 6 નોકરી બદલી, તો શિવાએ ભાડાની સ્લેજથી જીત્યો એશિયન ગોલ્ડ, વિજય બાલચંદ્રાને 11 ભલામણ પછી મળી રહ્યો છે એવોર્ડ
post

નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ મેળવનારા ખેલાડીઓ અને કોચમાંથી 6ની સ્ટોરી, જેમને કરવો પડ્યો ભરપૂર સંઘર્ષ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 09:58:15

29 ઓગસ્ટ, ખેલ દિવસના રોજ ખેલાડીઓ અને કોચોને નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડસ અપાશે. આ વખતે 68 એવોર્ડ વિજેતા છે. દરેકની સ્ટોરીમાં સંઘર્ષ ભરેલો છે. અમે અહીં 6 સ્ટોરી આપી રહ્યા છીએ. મધ્ય પ્રદેશના સતેન્દ્ર સિંહ લોહિયા તેનજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ જીતનારો દેશનો પ્રથમ પેરા સ્વિમર છે. વિન્ટર ઓલિમ્પિકમાં રમી ચુકેલા લ્યૂશ સ્ટાર શિવા કેશવન અને મહારાષ્ટ્રના પેરા સ્વિમર સુયશ જાધવને અર્જુન એવોર્ડ મળશે. પાવરલિફ્ટર તૈયાર કરનારા વિજય બાલચંદ્રાને 11 ભલામણ પછી દ્રોણાચાર્ય એવોર્ડ મળી રહ્યો છે.

શિવા કેશવન : ચેરિટી દ્વારા ઓલિમ્પિક રમી, 22 વર્ષના સંઘર્ષ પછી મળશે એવોર્ડ
1998
વિન્ટર ઓલિમ્પિકમાં શિવા 16 વર્ષની વયે રમ્યા અને તે આ ગેમમાં દુનિયાના સૌથી યુવાન ઓલિમ્પિયન બન્યા. 2011માં તેમણે ભારતને પ્રથમ વખત એશિયન લ્યૂશ ગોલ્ડ અપાવ્યો. આ મેડલ તેમણે ભાડાની સ્લેજથી જીત્યો. તેમની પોતાની સ્લેજ સાજી ન હતી, એટલે તેમણે જાપાની એથલીટ પાસેથી ઉધાર લીધી હતી. તે સતત ચેરીટી મેળવીને આગળ વધતા રહ્યા.

સતેન્દ્ર સિંહ : ખોટા ઇલાજને કારણે નિ:શક્ત થયો હતો
સતેન્દ્ર બાળપણમાં ખોટા ઈલાજના કારણે પગથી નિ:શક્ત થઈ ગયા. ઈંગ્લિશ ચેનલ અને કેટરીના ચેનલ તરીને પાર કરી રેકોર્ડ બનાવ્યો. સતેન્દ્ર જણાવે છે કે, ‘ગ્વાલિયરમાં કોલેજ દરમિયાન 2007માં અભ્યાસની સાથે-સાથે સ્વિમિંગ શીખ્યું. પોતાનો ખર્ચ કાઢવા ફોટોકોપીની દુકાન પર કામ કર્યું. પિતા સાથે મજૂરી કરી, સેલ્સમેન બન્યો, કારકૂની કરી, ટીચિંગ પણ કર્યું.

લક્ખા સિંહ : ટેક્સી ચલાવી, પછી કોચિંગ શરૂ કર્યું
બોક્સિંગ કોચ લક્ખા 5 વખતના નેશનલ ચેમ્પિયન રહ્યા છે. તેઓ 1998માં અમેરિકા વર્લ્ડ મિલિટ્રી બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે ગયા અને પાછા ફર્યા જ નહીં. તેઓ પ્રો-બોક્સિંગમાં કારકિર્દી બનાવવા માગતા હતા. ક્યારેક ગેસ સ્ટેશન તો ક્યારેક રેસ્ટોરન્ટ તો પછી કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા રહ્યા. 8 વર્ષ પછી ત્યાંથી પાછા ફર્યા અને ટેક્સી ચલાવી અને પછી કોચિંગ શરૂ કર્યું.

સૂયશ : કરંટ લાગતા હાથ ગુમાવ્યા, મંદિરમાં જીવવાનો માર્ગ મળ્યો
પેરા સ્વિમર સુયશે 2004માં ભાઈના લગ્નમાં કરન્ટ લાગતા પોતાના હાથ ગુમાવી દીધા હતા. 2007માં તેઓ પોતાના પરિવાર સાથે મંદિર ગયા, જ્યાં તેમના પિતા અને ભાઈ તરવા લાગ્યા. સુયશ સ્વિમિંગ જાણતા હતા અને તેઓ પણ તરવાનો પ્રયાસ કરવા લાગ્યા. પિતાએ તેને સારી રીતે તરતા જોયો તો તેમને કોન્ફિડન્સ આવ્યો. 2009માં પ્રથમ ઈન્ટરનેશનલ મેડલ જીત્યો.

સત્યપ્રકાશ : 16ની વયે ટ્રેન દુર્ઘટનામાં પગ ગુમાવ્યા હતા
સત્યપ્રકાશ બાળપણમાં ક્રિકેટ રમતા હતા. 1981માં એક ટ્રેન દુર્ઘટનામાં પગ ગુમાવ્યા. ચાર મહિના ઈલાજ ચાલ્યો. કોલોનીમાં રહેતા પેરા સ્વિમરની સલાહ પર એથલેટિક્સની પ્રેક્ટિસ શરૂ કરી. ટૂર્નામેન્ટ પણ રમી, પરંતુ મેડલ જીત્યા. 2002માં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. વર્લ્ડ કપ, એશિયન ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા. 2013માં સંન્યાસ લીધો.

વિજય બાલચંદ્રા મુનિશ્વર : પોતાના ખર્ચે ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા મોકલતા
મુનિશ્વર 1995થી જ પાવરલિફ્ટર તૈયાર કરી રહ્યા છે. તેઓ પોતાના ખર્ચે ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં મોકલતા રહ્યા છે. તેમના નામની ભલામણ આ અગાઉ 9 વખત પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા કરી ચુકી હતી, જ્યારે બે વખત તેમણે તૈયાર કરેલા ખેલાડી એવોર્ડ માગી ચુક્યા હતા. તેઓ એકલા જ ખેલાડીઓ માટે સ્પોન્સર શોધતા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post