• Home
  • News
  • સૌરાષ્ટ્ર પાસે 76 વર્ષ પછી ચેમ્પિયન બનવાની તક, અગાઉ બંને વખત ટીમ ફાઇનલમાં બંગાળ સામે જ જીતી હતી
post

સૌરાષ્ટ્ર સતત બીજા વર્ષે અને છેલ્લી સીઝનમાં ચોથીવાર ફાઇનલ રમશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 09:55:07

રણજી ટ્રોફી 2019-20ની સીઝનની ફાઇનલ 9 માર્ચના રોજ રમવાની છે. સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ અનુક્રમે ગુજરાત અને કર્ણાટકને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. સૌરાષ્ટ્ર સતત બીજા વર્ષે અને છેલ્લી સીઝનમાં ચોથીવાર ફાઇનલ રમશે. જોકે ટીમ છેલ્લા 76 વર્ષથી રણજી ટ્રોફી જીતી શકી નથી. 9 માર્ચે બંગાળની સામે રમીને સૌરાષ્ટ્રની ટીમ કુલ સાતમીવાર ફાઇનલ રમવા મેદાને ઉતરશે. અગાઉની 6માંથી ચારવાર ટીમ રનરઅપ રહી હતી. 2 વાર જયારે ચેમ્પિયન બની ત્યારે સૌરાષ્ટ્રની ટીમ નવાનગર અને વેસ્ટર્ન ઇન્ડિયાના નામ તરીકે ઓળખાતી હતી. મજાની વાત એ છે કે બંને વખત ટીમ જીતી ત્યારે વિરોધી ટીમ બંગાળ હતી અને હવે ફરી એકવાર ઉનડકટની ટીમનો સામનો અભિમન્યુ ઈશ્વરનની બંગાળ સામે જ થવાનો છે.

1936-37માં બર્ટ વેન્સ્લી નામના બ્રિટિશ સરકારના અધિકારીએ નવાનગરની કેપ્ટનશીપ કરીને ટીમને રણજી ચેમ્પિયન બનાવી હતી.

 

 

તે પછીના વર્ષે એટલે કે 1937માં નવાનગર હૈદરાબાદ સામે ફાઇનલમાં હાર્યું હતું. જ્યારે 1943-44માં બ્રિટિશ સરકારના કેપ્ટન હર્બર્ટ બેરેટે જામસાહેબ રણજીતસિંહના આગ્રહથી વેસ્ટર્ન ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી હતી. તેમની ટીમે પણ ફાઇનલમાં બંગાળને માત આપીને વિજેતા બનાવી હતી

2012માં મુંબઈએ એક ઇનિંગ્સ અને 125 રને હરાવ્યું
સૌરાષ્ટ્ર 2012માં મુંબઈ સામેની ફાઇનલમાં એક ઇનિંગ્સ અને 125 રને હાર્યું હતું. મુંબઈના કેપ્ટન અજિત અગરકરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ દાવમાં 148 રનમાં ઓલઆઉટ થઇ હતી. ધવલ કુલકર્ણીએ બોલ સાથે તરખાટ મચાવતા ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં મુંબઈએ વસીમ જાફરના 132 રન થકી 355 રન ફટકાર્યા હતા અને તેમને 207 રનની લીડ મળી હતી. સૌરાષ્ટ્ર બીજી ઇનિંગ્સમાં 82 રનમાં ઓલઆઉટ થયું હતું, કુલકર્ણીએ પાંચ અને અગરકરે ચાર વિકેટ ઝડપી.

2015માં મુંબઈએ એક ઇનિંગ્સ અને 21 રને હરાવ્યું
મુંબઈના કેપ્ટન આદિત્ય તારેએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રે અર્પિત વસાવડાના 77 રન થકી 235 રન કર્યા હતા. જવાબમાં મુંબઈએ શ્રેયસ ઐયરના 117 રનની મદદથી 371 રન કરીને 136 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં મુંબઈના શાર્દુલ ઠાકુરે આંતક મચાવતા 26 રન આપીને 5 વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્ર 115 રનમાં ઓલઆઉટ થતા મુંબઈ એક ઇનિંગ્સ અને 21 રને જીત્યું હતું.

2018માં વિદર્ભે 78 રને હરાવ્યું
કેપ્ટન ફેજ ફઝલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એ કરણેવકર 73 રનની મદદથી 312 રન કર્યા હતા. સૌરાષ્ટ્રે સ્નેલ પટેલની સદી (102) થકી 307 રન કર્યા હતા. વિદર્ભને પ્રથમ દાવમાં માત્ર 5 રનની લીડ મળી હતી. બીજા દાવમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 6 વિકેટ લેતા તેઓ 200 રનમાં ઓલઆઉટ થયા હતા અને સૌરાષ્ટ્રને 206 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રનચેઝમાં સૌરાષ્ટ્રના હાથે નિરાશા સિવાય કઈ લાગ્યું ન હતું. ચેતેશ્વર પુજારા સહિત 6 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ટીમ 127 રનમાં ઓલઆઉટ થઇ અને 1943 પછી ચેમ્પિયન બનવાનું ટીમનું સપનું અધૂરું રહી ગયું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post