• Home
  • News
  • સૌરાષ્ટ્ર સતત બીજા વર્ષે ફાઇનલમાં પહોંચ્યું, ઉનડકટ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટર બન્યો
post

સૌરાષ્ટ્રે સેમિફાઇનલમાં ગુજરાતને 92 રને હરાવ્યું, ઉનડકટે મેચમાં 10 વિકેટ લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 09:59:16

સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં ગુજરાતને 92 રને હરાવી સાતમીવાર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. 327 રનનો પીછો કરતા ગુજરાત અંતિમ દિવસે 234 રનમાં ઓલઆઉટ થયું હતું. 7/1થી દિવસની શરૂઆત કરનાર ગુજરાતે 63 રનમાં 5 વિકેટ ગુમાવી હતી. તે પછી પાર્થિવ પટેલ અને ચિરાગ ગાંધીએ છઠ્ઠી વિકેટ માટે 158 રનની ભાગીદારી કરી હતી.

ગાંધીએ 96 અને પાર્થિવે 93 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી. જોકે કપ્તાન જયદેવ ઉનડકટે અંતિમ સેશનમાં તરખાટ મચાવતા બંનેને પેવેલિયન ભેગા કરીને મેચમાં ફોર્માલિટી બાકી રાખી હતી. પાર્થિવ બાદ અક્ષરની વિકેટ ઝડપીને જયદેવ ઉનડકટ એક સીઝનમાં સૌથી વધુ 65* વિકેટ લેનાર બોલર બન્યો હતો. અગાઉ એક સીઝનમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ કર્ણાટકના ડી ગણેશના નામે હતો. તેણે એક સીઝનમાં 62* વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્ર 9 માર્ચના રોજ રણજીની ફાઇનલમાં બંગાળ સામે ટકરાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post