• Home
  • News
  • સૌરાષ્ટ્રને ફાઇનલમાં બંગાળ સામે 44 રનની લીડ મળી, પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે ટીમ 76 વર્ષ પછી ચેમ્પિયન બની
post

1936માં સૌરાષ્ટ્રની ટીમ નવાનગર તરીકે અને 1943માં વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે રમી હતી, બંને વખતે ફાઇનલમાં બંગાળને હરાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-13 11:04:17

સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલમાં પાંચમા દિવસે રાજકોટ ખાતે પ્રથમ ઇનિંગ્સમાં લીડના કારણે ટેક્નિકલ રીતે ચેમ્પિયન બની ગયું છે. સૌરાષ્ટ્ર પ્રથમ દાવમાં 425 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં બંગાળ 381 રન જ કરી શક્યું હતું. નિયમ અનુસાર મેચ ડ્રો થાય તો ફર્સ્ટ ઇનિંગ્સ લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે.

સતત ત્રીજીવાર બંગાળ સામે રણજી ચેમ્પિયન, ત્રણેય વખત અલગ-અલગ નામ સાથે
1936-37
માં બર્ટ વેન્સ્લી નામના બ્રિટિશ સરકારના અધિકારીએ નવાનગરની કેપ્ટનશીપ કરીને ટીમને ફાઇનલમાં બંગાળ સામે રણજી ચેમ્પિયન બનાવી હતી. જ્યારે 1943-44માં બ્રિટિશ સરકારના કેપ્ટન હર્બર્ટ બેરેટે જામસાહેબ રણજીતસિંહના આગ્રહથી વેસ્ટર્ન ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી અને બંગાળ સામે ફાઇનલમાં ટીમ જીતી હતી.

ચોથા દિવસે બંગાળે 3 વિકેટે 220 રન કર્યા હતા
ચોથા દિવસે 134/3થી દિવસ શરૂ કરતા મહેમાન ટીમે ચોથા દિવસે 220 રન ઉમેર્યા હતા અને આ દરમિયાન 3 વિકેટ ગુમાવી હતી. મેચમાં રિઝલ્ટ આવે તેવી કોઈ સંભાવના નથી. તેથી જે ટીમને પહેલી ઇનિંગ્સમાં લીડ મળશે તે રણજીનું ટાઇટલ પોતાના નામે કરશે. મહેમાન ટીમે એકસમયે 263 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે તે પછી અનુસ્તૂપ મજુમદાર અને અર્નબ નંદીએ સાતમી વિકેટ માટે 91* રનની ભાગીદારી કરી છે. મજુમદાર 58 અને નંદી 28 રને રમી રહ્યા છે.

સુદીપ અને સાહાની 101 રનની ભાગીદારી
બંગાળે દિવસની શરૂઆતમાં પોઝિટિવ રમત રમતા પ્રથમ સેશનમાં વિના વિકેટે 84 રન કર્યા હતા. સુદીપ અને સાહાની જોડીએ ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરીને સૌરાષ્ટ્રના બોલર્સને વિકેટ માટે લાંબી રાહ જોવડાવી હતી. સુદીપ ચેટર્જીએ 241 બોલમાં 7 ફોરની મદદથી 81 રન કર્યા હતા. તે ધર્મેન્દ્ર જાડેજાની બોલિંગમાં શોર્ટ લેગ પર વિશ્વરાજ જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે રિદ્ધીમાન સાહાએ 184 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 64 રન કર્યા હતા. તે પ્રેરક માંકડની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ 16 રને ચેતનની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post