• Home
  • News
  • 10 વર્ષમાં દેશભરના ખેડૂતોનું રૂ. 4.7 લાખ કરોડનું દેવું માફ
post

SBIના રિપોર્ટ અનુસાર ખેડૂત દેવા માફી એનપીએના 82% જેટલી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 09:27:59

નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષમાં બીજી વાર રાજ્યોના ખેડૂતોનું દેવું માફ કરાઈ રહ્યું છે, જે રૂ. 40 હજાર કરોડથી રૂ. 50 હજાર કરોડ હોઈ શકે છે. ત્યાર પછી દેશભરની રાજ્ય સરકારોએ છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોનું માફ કરેલું દેવું રૂ. 4.7 લાખ કરોડ થઈ જશે, જે ઈન્ડસ્ટ્રીની કુલ બેડ લોન એટલે કે નોન પર્ફોર્મિંગ એસેટ્સના 80% જેટલું થવા જાય છે. એસબીઆઈના રિપોર્ટ પ્રમાણે, 2019માં ખેડૂત દેવા માફીની રકમ 12.4% એટલે કે રૂ. 1.1 લાખ કરોડથી વધીને રૂ. 8.8 લાખ કરોડે પહોંચી ગઈ છે. જોકે, દેવા માફીની જાહેરાતો પછી 60% હિસ્સો ખેડૂતો સુધી પહોંચ્યો છે. એટલે કે 40% દેવા માફી ફક્ત કાગળ પર થઈ છે. બીજી તરફ, જે રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કરાયું છે, તે રાજ્યોમાં લોન લેવામાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે.


UPA સરકારમાં રૂ. 4 લાખ કરોડ દેવા માફી

વર્ષ 2015થી અત્યાર સુધી દેશના દસ મોટા રાજ્યોએ ખેડૂત દેવા માફીની જાહેરાત કરી છે, જેના પર રૂ. 3,00,240 કરોડ ખર્ચ કરાયા છે. મનમોહન સિંહ સરકારના કાર્યકાળમાં 2008માં દેવા માફીનો આંકડો રૂ. 4 લાખ કરોડ હતો. 2015માં આંધ્રપ્રદેશે રૂ. 24 હજાર કરોડની દેવા માફીનું એલાન કર્યું હતું. બાદમાં 2017માં તમિલનાડુએ રૂ. 5,280 કરોડની દેવા માફી કરી. રીતે, 2018માં મહારાષ્ટ્રે રૂ. 34 હજાર કરોડ, . પ્રદેશે, રૂ. 36 હજાર કરોડ, પંજાબે રૂ. 10 હજાર કરોડ, કર્ણાટકે રૂ. 18 હજાર કરોડ અને અન્ય રાજ્યોએ કુલ રૂ. 44 હજાર કરોડની દેવા માફી કરી હતી. 2019માં મહારાષ્ટ્રે રૂ. 51 હજાર કરોડ, રાજસ્થાને રૂ. 18 હજાર કરોડ, . પ્રદેશે રૂ. 36 હજાર કરોડ અને છત્તીસગઢે રૂ. 6 હજાર કરોડનું દેવું માફ કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post