• Home
  • News
  • સિદ્ધુ મૂસેવાલાના ઘરે કિલકારી ગુંજશે:58 વર્ષે માતા ચરણ કૌર પ્રેગ્નન્ટ, જુનિયર સિદ્ધુ માર્ચમાં જન્મ લેશે
post

IVF ટેક્નોલોજીની મદદથી સિદ્ધૂના માતાનો ગર્ભ ધારણ કરવાનો નિર્ણય

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-27 18:49:55

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની માતા આવતા મહિને એટલે કે માર્ચમાં બાળકને જન્મ આપશે. મૂસેવાલાની માતા ચરણ કૌરે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેક્નિકનો આશરો લીધો છે. મૂસેવાલાના કાકા ચમકૌર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.

મૂસેવાલાની માતા ચરણ કૌર છેલ્લા 3-4 મહિનાથી ઘરની બહાર નીકળી પણ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર તે મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે. સિદ્ધુ મૂસેવાલા તેનાં માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. 29 મે 2022ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહ એકલા પડી ગયાં હતાં. આ પછી તેમણે બીજા બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું.

IVF ટેક્નોલોજીની મદદથી સિદ્ધૂના માતાનો ગર્ભ ધારણ કરવાનો નિર્ણય
સિદ્ધૂ મૂસેવાલાની વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. સિદ્ધૂ મૂસેવાલા પોતાનાં માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો. તેથી સિદ્ધૂ પરિવારના વારસદાર અંગે તેમના પ્રશંસકો સતત દુઆ કરી રહ્યા હતા. આ જ કારણ છે કે હવે IVF ટેક્નોલોજીની મદદથી સિદ્ધૂના માતાએ ગર્ભ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. માર્ચ મહિનામાં સિદ્ધૂની માતા બાળકને જન્મ આપશે. અત્યાર સુધી તેનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ જાણકારી સામે આવતાં જ મૂસેવાલાના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

ચરણ કૌર 58 વર્ષની ઉંમરે ફરી માતા બનશે
સિદ્ધુ મૂસેવાલાએ 2022માં કોંગ્રેસની ટિકિટ પર માનસાથી ચૂંટણી લડી હતી. આ સમય દરમિયાન તેમની માતા ચરણ કૌરે કવરિંગ ઉમેદવાર તરીકે એફિડેવિટ ભર્યું હતું. ત્યારે ચરણ કૌરે પોતાની ઉંમર 56 વર્ષ જણાવી હતી. આ હિસાબે તેમની ઉંમર અત્યારે 58 વર્ષની આસપાસ છે અને બલકૌર સિંહની ઉંમર 60 વર્ષની આસપાસ છે.

adv

Related News

post
post
post
post
post
post
post