• Home
  • News
  • લદાખમાં ચીનને પાઠ ભણાવવાની તૈયારી:સરહદવિવાદને જોતાં આર્મી અને એરફોર્સે યુદ્ધ માટે એકસાથે તૈયારીઓ શરૂ કરી
post

ઇન્ડિયન એરફોર્સે લેહમાં સી-17 એસ, ઈલ્યુશિન-76 એસ અને સી-130 જે સુપર હરક્યુલસ જેટ તહેનાત કર્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 11:24:57

ચીન સાથે સરહદવિવાદને પગલે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતીય સેના અને એરફોર્સે આવી સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આર્મી અને એરફોર્સ દ્વારા જોઈન્ટ વોર પ્રિપરેશન પણ શરૂ થઈ ગયું છે. લેહ હવાઈક્ષેત્રમાં એરફોર્સે સી-17 એસ, ઈલ્યુશિન-76 એસ અને સી-130 જે સુપર હરક્યુલસ જેટ તહેનાત કર્યાં છે.

આ ફાઈટર જેટ સતત સરહદ પર ઉડ્ડયન કરી રહ્યાં છે. આ વિમાનની મદદથી બોર્ડર પર ફરજ બજાવી રહેલા આર્મીના જવાનો સુધી એરફોર્સ જરૂરી વસ્તુઓની સપ્લાઈ પણ કરી રહ્યું છે. એરફોર્સ અને આર્મીના જોઈન્ટ વોર પ્રિપરેશનમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતની તહેનાતીની અસર પણ જોવા મળી રહી છે. સીડીએસ આર્મી અને એરફોર્સના એકસાથે મળીને કામ કરવાના પ્લાનિંગ પણ પોતે જ કરી રહ્યાં છે.

એલએસી પર સેનાની ટેન્ક પહોંચી
લદાખક્ષેત્રમાં તહેનાત એરફોર્સના એક સિનિયર કમાન્ડરે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે એરફોર્સ હેડક્વાર્ટરનો ઓર્ડર છે કે લદાખ સેકટરમાં તહેનાત આર્મી અને અન્ય સુરક્ષા દળોને જે પણ આવશ્યકતા છે એને પહોંચાડવામાં આવે. એલએસીની પાસે સેનાની ટેન્ક પણ વોર પ્રિપરેશન માટે પહોંચી ગઈ છે. અહીં વાયુ સેનાના ચિનૂક અને એમઆઇ-17વી5 એસ હેલિકોપ્ટરને તહેનાત કરાયાં છે. આ ફાઈટર પ્લેન સતત એલએસી પાસે ઉડ્ડયન કરી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post