• Home
  • News
  • નિર્ભયાના વકીલ 7 વર્ષ ન્યાય માટે લડ્યા, પહેલાં જ કેસમાં દિલ જીતનાર કોણ છે સીમા કુશવાહ?
post

સોશિયલ મીડિયા પર ચારેય બાજુથી તેમની પ્રશંસા થઇ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 17:03:54

નિર્ભયા રેપ કેસમાં દોષિતોના વકીલ એ.પી. સિંહ સતત ખોટા કારણોના લીધે ચર્ચામાં રહ્યા. પરંતુ આ કેસમાં એક વકીલ એવા પણ રહ્યા જે હીરો બનીને સામે આવ્યા છે. આ છે સીમા કુશવાહા જેમણે નિર્ભયા માટે કેસ લડ્યો. એ નિર્ભયાની સાથે દરિંદગી થયા બાદ પ્રદર્શનમાં સામેલ હતા. પછી દરેક પળે નિર્ભયાના પરિવારની સાથે રહ્યા. આ તેમનો પહેલો જ કેસ કહેવાય છે. તેઓએ એક રૂપિયો પણ ફી લીધા વગર મફતમાં કેસ લડ્યા છે તેવી ચર્ચા છે. સોશિયલ મીડિયા પર ચારેયબાજુથી તેમની પ્રશંસા થઇ રહી છે. 


દુષ્કર્મ બાદ પ્રદર્શનનો હિસ્સો હતા સીમા


સીમા કુશવાહા આ કેસથી બિલકુલ શરૂઆતથી જોડાયેલા છે. નિર્ભયા રેપ બાદ ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન પર જે પ્રદર્શન થયું હતું. સીમા કુશવાહા તેમાં સામેલ હતા. ત્યારબાદ તેમણે વિચાર્યું કે તેઓ વકીલ છે તો શું કામ આ કેસ હું જ ના લડી શકું. ત્યારબાદ તેમણે નિર્ભયાને ન્યાય અપાવાનું મનોમન ઠાની લીધુ હતું. સીમા કુશવાહ કહે છે કે જો આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટ, લિસ્ટિંગ માટે કોશિષ ના કરત તો આ કેસ લટકતો જ રહેત.

 

મળતી માહિતી પ્રમાણે સીમાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી લૉનો અભ્યાસ કર્યો છે. નિર્ભયા રેપ કેસ દરમ્યાન તેઓ ટ્રેની હતા. તેઓ નિર્ભયા જ્યોતિ લીગલ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા હતા જે રેપ વગેરે કેસમાં કાયદાકીય સલાહ આપવા માટે નિર્ભયાના પરિવારે જ બનાવ્યું હતું. એક ટીવી ઇન્ટરવ્યુમાં સીમાએ કહ્યું હતું કે તેઓ સિવિલ પરીક્ષા આપી આઇએએસ બનવા માંગતા હતા.


કંઇ પણ અશકય લાગતું નથી

સીમા કહે છે કે તેઓ ખુદ એવી જગ્યાએથી આવે છે જ્યાં છોકરીઓને વધુમાં વધુ આઝાદી મળતી નથી. તેમ છતાંય તેઓ વકીલ બન્યા. ત્યારબાદ તેમને કંઇ જ અશકય નહોતું લાગતું. સીમાએ કહ્યું કે હું ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું. જ્યાંથી હું આવી છું ત્યાં છોકરીઓને ભણાવાતી પણ નથી, જાણું છું કે હક માટે લડવું પડે છે.

 

હવે પૂર્ણિયાની દીકરીને અપાવીશ ન્યાય

વાતચીતમાં સીમાએ કહ્યું કે હાલ થોભશે નહીં. તેમણે કહ્યું કે હવે દેશની બીજી દીકરીઓને ન્યાય અપાવાનો છે. તેમણે કહ્યું કે પૂર્ણિયાની છોકરીને ન્યાય અપાવાનો છે. આવો જ કેસ છે. 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ થયું. 6 લોકોએ દુષ્કર્મ કરીને તેનું ગળું કાપી નાંખ્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post