• Home
  • News
  • કોરોના સંક્રમણ અને લોકડાઉનની વચ્ચે ભારે ઘટાડા સાથે ખુલ્યા બજાર, સેન્સેક્સ 2991 અને નિફ્ટી 694 અંક ઘટ્યો
post

સેન્સેક્સ 27765 અને નિફ્ટી 8130 પર પહોંચ્યા, દેશમાં ઘણા હિસ્સામાં 31 માર્ચ સુધી લોકડાઉન

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 10:06:29

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે શરૂઆતથી જ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 2991 અંક ઘટીને કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 694 અંક ઘટી 8116 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છે.

 

શુક્રવારે બજારમાં તેજી હતી

સરકાર અને આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાને કારણે શુક્રવારે બજાર ભારે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1627.73 અંક વધીને 29915 અને નિફ્ટી 482 અંક વધીને 8749 પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બજારોમાં ભારે ઘટાડો રહ્યો હતો. ડાઉ જોન્સ 913 અંકના ઘટાડા સાથે 19174 પર બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ 271 અંક ઘટીને 6879 પર બંધ થયો હતો. એસએન્ડપી 104 અંક ઘટીને 2304 પર બંધ થયો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post