• Home
  • News
  • યુદ્ધના ભયથી શેરબજારમાં કડાકો: સેન્સેકસ 1200 પોઇન્ટ તૂટ્યો
post

યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ નવી ઊંચી સપાટી 95.7 ડોલરને પાર કરી ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-14 10:24:50

અમદાવાદ: યુક્રેન ઉપર રશિયા ચડાઈ કરશે એવી ભીતિ વચ્ચે સોમવારે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો તેની સાથે ભારતીય શેર પણ તૂટયા હતા. બજારમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સેન્સેકસ 1200 પોઇન્ટ અને નિફ્ટી 330 પોઇન્ટ ઘટી ગયા હતા. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ નવી ઊંચી સપાટી 95.7 ડોલરને પાર કરી ગયા હતાં. સોનુ 1854 ડોલર અને ભારતમાં 51,300ની સપાટી એ હતું. શુક્રવારે અમેરિકન શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેની સાથે એશિયાઇ શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post