• Home
  • News
  • શેરબજારમાં ગાબડું:રશિયા-યુક્રેન યુદ્ધના પગલે સેન્સેક્સ 1750 અંક ઘટ્યો, નિફ્ટી 16,000ની નીચે; મારુતિ સુઝુકી, ICICI બેન્કના શેર ઘટ્યા
post

હિન્ડાલ્કો, કોલ ઈન્ડિયા, ONGC, ટાટા સ્ટીલના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-07 11:16:00

મુંબઈ: રશિયા-યુક્રેન યુદ્ધની અસર આજે ભારતીય શેરબજારો પર પણ જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1750 અંક ઘટી 52,580 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 447 પોઇન્ટ ઘટી 15,797 પર કારોબાર કરી રહ્યો છે.

બજાજ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી, ICICI બેન્કના શેર ઘટ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી, ICICI બેન્ક, લાર્સન, એમએન્ડએમ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 5.57 ટકા ઘટી 6174.90 પર કારોબાર કરી રહ્યો છે. મારુતિ સુઝુકી 5.60 ટકા ઘટી 6838.95 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાટા સ્ટીલ 0.37 ટકા વધી 1282.10 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પર હિન્ડાલ્કો, કોલ ઈન્ડિયા, ONGC, ટાટા સ્ટીલ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. હિન્ડાલ્કો 2.67 ટકા વધી 599.40 પર કારોબાર કરી રહ્યો છે. કોલ ઈન્ડિયા 1.93 ટકા વધી 184.50 પર કારોબાર કરી રહ્યો છે.

શુક્રવારે સેન્સેક્સ 769 અને નિફ્ટી 253 અંક ઘટ્યો હતો
ભારતીય શેરબજારો શુક્રવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 769 અંક ઘટી 54333 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 253 અંક ઘટી 16245 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, એમએન્ડએમ, HUL સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 5.05 ટકા ઘટી 2443.60 પર બંધ રહ્યો હતો. મારિતિ સુઝુકી 4.73 ટકા ઘટી 7238.45 પર બંધ રહ્યો હતો. જોકે ITC, ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ITC 2.78 ટકા વધી 225.45 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 2.78 ટકા વધી 3823.00 પર બંધ રહ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post