• Home
  • News
  • શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં 1,435 પોઇન્ટનો કડાકો, યસ બેન્કના શેરમાં 25 ટકાનો ઘટાડો, સેન્સેક્સે 38,000 સપાટી ગુમાવી
post

નિફ્ટી પણ 329 પોઇન્ટ ગગડી 11,000 સપાટી ગુમાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-06 11:47:50

યસ બેન્કમાં નાણાં ઉપાડવા અંગે આરબીઆઈએ મર્યાદા લાદતા, ગઈરાત્રે અમેરિકાના ડાઉજોન્સમાં આશરે 950 પોઇન્ટનો કડાકો બોલાતા તેમ જ વૈશ્વિકસ્તરે કોરોના વાઈરસે ગંભીર સ્વરૂપ ધારણ કરતા ભારતીય શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં 1435 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ 1,435 પોઇન્ટ એટલે કે 3.73 ટકા ગગડી 37035 પર જ્યારે નિફ્ટી 403 પોઇન્ટ તૂટી 10,865 પર ખુલ્લી હતી. યસ બેન્કના શેરનો ભાવ રૂા.9.20 એટલે કે 25 ટકા ઘટી રૂા.28 થઈ ગઈ છે. અત્યારે સેન્સેક્સ 1073 પોઇન્ટ ગગડી 37,397 જ્યારે નિફ્ટી 329.15 પોઇન્ટ એટલે કે 2.92 ટકા ગગડી 10,939 રહી છે. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ મનોવૈજ્ઞાનિક રીતે મહત્વની ગણાતી 38,000 અને 11,000 સપાટી ગુમાવી દીધી છે.

સેન્સેક્સની તમામ 30 સ્ક્રીપમાં મંદી
બીએસઈ સેન્સેક્સ પેકની તમામ 30 સ્ક્રીપમાં મંદી જોવા મળી રહી છે. સૌથી બેન્ક, મેટલ, ફાયનાન્સ, ઓટો, ઈન્ફ્રા, રિયલ્ટી સેક્ટરના શેરોમાં સૌથી વધારે ધોવાણ જોવા મળ્યું છે. ઈન્ડસઈન્ડ બેન્ક 11.31 ટકા, એસબીઆઈ 6.83 ટકા, ટાટા સ્ટીલ 6.11 ટકા, બજાજ ફાયનાન્સ 4.12 ટકા, એક્સિસ બેન્ક 3.68, એલએન્ડટી 3.51 ટકા, એચડીએફસી 3.28 ટકા, આઈટીસી 2.66 ટકા તૂટ્યા છે.

બેન્કેક્સમાં 1400 પોઇન્ટનો કડાકો બોલાયો
મિડકેપ 482.17 પોઇન્ટ અથવા 3.31 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 396.76 પોઇન્ટ તૂટ્યા છે. આ ઉપરાંત બેન્કેક્સ 1,427.06 પોઇન્ટ અથવા 4.31 ટકા ગગડ્યો છે. આ ઉપરાંત કેપિટલ ગુડ્સ 571.44 પોઈન્ટ, ઓટો ઈન્ડેક્સ 441.66 પોઇન્ટ અથવા 2.82 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 571.44 પોઇન્ટ અથવા 2.18 ટકા ગગડ્યા છે.

વૈશ્વિક બજારોમાં મંદીઃ ડાઉ જોન્સ 970 પોઇન્ટ ગગડ્યો

અમેરિકાના બજારોમાં ડાઉ જોન્સ 969.58 પોઇન્ટ અથવા 3.58 ટકા ગગડી 26,121.28, એસએન્ડપી 500 ઈન્ડેક્સ 106.18 પોઇન્ટ અથવા 3.39 ટકા ગગડી 3,023.94, બ્રાઝીલનો બોવેસ્પા સ્ટોક ઈન્ડેક્સ 4,990.98 પોઇન્ટ અથવા 4.65 ટકા તૂટી 102,233.24 રહ્યા હતા.

ક્રુ઼ડના ભાવ 50 ડોલરથી નીચે ઉતરી ગયા

કોરોનાના ડર વચ્ચે ક્રુડના ઉત્પાદનની તુલનામાં માંગમાં નોંધપાત્ર ઘટાડો થતા વૈશ્વિકસ્તરે ડબ્લ્યુટીઆઈ ક્રુડના ભાવ બેરલ દીઠ 0.88 ડોલર એટલે કે 1.92 ટકા ઘટી 45.90 ડોલર થયા છે. જ્યારે બ્રેન્ટ ક્રુડના ભાવ 1.14 ડોલર એટલે કે 2.28 ટકા ગગડી 49.99 ડોલર થઈ ગયા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post