• Home
  • News
  • રશિયા-યુક્રેન વચ્ચે તણાવને પગલે શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટીની હાલત ખરાબ! રોકાણકારો ચિંતામાં
post

રશિયા અને યુક્રેન વચ્ચે હાલ જે પ્રકારે તણાવની સ્થિતિ ઉભી થઈ છે તેને કારણે દુનિયાના બીજા દેશો પણ આ ખપ્પરમાં પીસાઈ રહ્યાં છે. જે પ્રકારે તંગદિલી ઉભી થઈ રહી છે વર્તમાન સંજોગોને જોતા શેરમાર્કેટ પર પણ તેની સીધી અસર જોવા મળી

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-22 11:38:02

નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે હાલ જે પ્રકારે તણાવની સ્થિતિ ઉભી થઈ છે તેને કારણે દુનિયાના બીજા દેશો પણ આ ખપ્પરમાં પીસાઈ રહ્યાં છે. જે પ્રકારે તંગદિલી ઉભી થઈ રહી છે વર્તમાન સંજોગોને જોતા શેરમાર્કેટ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. એજ કારણ છેકે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજારો લાલ નિશાન સાથે બંધ Closing Bell થયા હતા. નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17206 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે સેન્સેક્સએ 149 પોઈન્ટ ઘટીને 57683ની સપાટીએ પૂર્ણ કર્યો હતો.

ભારતીય શેરબજારની જબરદસ્ત કડાકા સાથે શરૂઆત થઇ છે. સેન્સેક્સ 1244 અને નિફટી 358 અંકના મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. ઉલ્લેખનીય છે કે રશિયા -યુક્રેન તણાવના કારણે વિશ્વભરના બજારોમાં ગભરાટનો માહોલ છે.  વિશ્વભરના સૂચકઆંક લાલ નિશાન નીચે ધકેલાઈ રહ્યા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 56,438.64 ઉપર ખુલ્યો હતો જે સોમવારે 149 પોઈન્ટ ઘટીને 57683ની સપાટીએ બંધ થયો હતો. નિફટીની વાત કરીએ તો આજે 16,847.95 ઉપર કારોબાર શરૂ કર્યો હતો. ઇન્ડેક્સ 69 પોઈન્ટ ઘટીને 17206 ના સ્તર પર બંધ થયો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ (9.17 AM)
SENSEX    56,780.42    −903.17 (1.57%)
NIFTY    16,967.90    −238.75 (1.39%)

રશિયા અને યુક્રેન વચ્ચેની બગડતી પરિસ્થિતિની વૈશ્વિક બજારો પર ગંભીર અસર પડી રહી છે. તમામ બજારોમાં 1-1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ બજારો સોમવારે બંધ હોવા છતાં ડાઉ ફ્યુચર્સમાં 400 પોઈન્ટનો ઘટાડો થયો હતો. આ સિવાય નાસ્ડેક ફ્યુચર્સમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.10 વર્ષની બોન્ડ યીલ્ડ ઘટીને 1.87% થઈ ગઈ છે. આ ઉપરાંત યુરોપિયન બજારોમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદને કારણે રશિયન માર્કેટ 10-13 ટકા સુધી તૂટ્યું છે. રશિયાનું ચલણ રૂબલ 3.5 ટકા તૂટ્યું છે.

એશિયન બજારની વાત કરીએ તો SGX નિફ્ટી પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને તેમાં 213 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કી 1.80 ટકાના ઘટાડા સાથે 26,425.94 ની આસપાસ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.86 ટકાની નબળાઈ છે. તાઈવાનનું બજાર 1.22 ટકાની નબળાઈ સાથે 17,999.68 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે જ્યારે હેંગસેંગ લગભગ 2 ટકાના ઘટાડા સાથે 23,692.54 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. કોસ્પીમાં 1.31 ટકાનો ઘટાડો છે જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.50 ટકાની નબળાઈ સાથે 3,473.29 પર જોવા મળી રહ્યો છે.

આજે બજારમા આ બાબતો હલચલ દેખાડી શકે છે
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધ્યો
યુએસ-યુકેની રશિયાને વધુ કડક પ્રતિબંધો માટે ચીમકી
બ્રેન્ટ ઉપર $97 અને સોનું $1900 ઉપર પહોંચ્યું
એસજીએક્સ નિફ્ટીમાં ભારે દબાણ
ડાઉ ફ્યુચર્સ તૂટ્યો
FII
અને DII ડેટા

21 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII 2261.90 કરોડ રૂપિયા પરત ખેંચ્યા હતા તો બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2392.85 કરોડનું રોકાણ કર્યું હતું. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજારો લાલ નિશાન સાથે બંધ થયા હતા. ભારતીય બજારમાં ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટીના છેલ્લા ડેટા ઉપર નજર કરીએતો નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17206 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે સેન્સેક્સએ 149 પોઈન્ટ ઘટીને 57683ની સપાટીએ પૂર્ણ કર્યો હતો. આજે નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 86 પોઈન્ટ વધીને 37685 પર બંધ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post