• Home
  • News
  • અમેરિકન બજારોની તેજી અને ફેડરલ બેન્કનો વ્યાજદરમાં ઘટાડો પણ બજારને તેજી આપવામાં નિષ્ફળ, સેન્સેક્સ 2100 પોઈન્ટ ડાઉન
post

સેન્સેક્સ 32,516 અને નિફ્ટી 9,587ની સપાટી પર વેપાર કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-16 10:25:36

મુંબઈ: અમેરિકન બજારની તેજી અને ફેડરલ બેન્કનો વ્યાજદરમાં ઘટાડો પણ સેન્સેક્સમાં તેજી લાવી શક્યો નથી. કોરોના વાઈરસનું ઈન્ફેક્શન વધવાના ડરથી ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

09.48 AM: સેન્સેક્સ 1720 પોઈન્ટ તૂટીને 32,383.28ની સપાટીએ પહોંચ્યો, નિફ્ટી 484.35 પોઈન્ટ ઘટીને 9,470.85ની સપાટીએ પહોંચ્યો છે.
09.45 AM: BSE 30
માં સામેલ દરેક કંપનીઓના શેરમાં ઘટાડો, ICICI બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક 8 ટકાથી વધારે ઘટ્યા, SBIના શેરમાં 6 ટકા સુધીનો ઘટાડો. NSE પર યસ બેન્કના શેરમાં 33 ટકાની તેજી.
09.37 AM: 
સેન્સેક્સ 2008.12 પોઈન્ટ ઘટીને 32,095.36ની સપાટીએ પહોંચ્યો. નિફ્ટી 547.85 પોઈન્ટ ઘટીને 9407.35ની સપાટીએ પહોંચ્યો.
09.27 AM: 
સેન્સેક્સ 1854 પોઈન્ટ ઘટીને 32,249 પોઈન્ટ પર આવ્યો. નિફ્ટી 521.05 પોઈન્ટ ઘટીને 9,434.15ની સપાટીએ પહોંચ્યો.
09.17 AM: 
શુક્રવારની તેજી પછી સોમવારે સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ શરૂઆતમાં 1586 પોઈન્ટ ઘટીને 32,516ની સપાટીએ આવી ગયો હતો. આજ રીતે નિફ્ટી 436 પોઈન્ટ ઘટીને 9,587ની સપાટી પર આવી ગયો હતો. અમેરિકન ફેડરલ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કરીને ઝીરો કરી દીધો છે. તેની અસર બજાર ઉપર જોવા મળશે.

ન્યૂઝીલેન્ડની સેન્ટ્રલ બેન્કે પણ વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. આ પહેલાં શુક્રવારે સમગ્ર દુનિયાના બજારમાં તેજી જોવા મળી હતી. અમેરિકન બજારોમાં ડાઉ જોન્સ 1985 પોઈન્ટ વધીને 23,185.60ની સપાટીએ બંધ થયો હતો. આ જ રીતે નેસ્ડેક કંપોઝિટ 673 પોઈન્ટ અને એસએન્ડપી 230 પોઈન્ટ વધીને બંધ થયા હતા. એસએન્ડપીમાં 9.29 ટકાની તેજી જોવા મળી હતી.

શુક્રવારે સેન્સેક્સમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા
શેરબજારમાં શુક્રવારે ખૂબ વધ-ઘટનું માહોલ જોવા મળ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સ ખુલતા જ 2,534 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. ઓપનિંગની 12 મિનિટમાં જ લોઅર સર્કિટ વાગવાના કારણે ટ્રેડિંગ રોકવું પડ્યું હતું. ફરી વખત ટ્રેડિંગ શરૂ થતાં સેન્સેકસ 3600 પોઈન્ટ સુધી ઘટ્યો હતો. ત્યારપછી યુએસ ફ્યુચર્સ અને સેબીના આશ્વાસન પછી બજારમાં રિકવરી શરૂ થઈ હતી. આટલા મોટા ઘટાડા પછી સેન્સેક્સમાં 1700 પોઈન્ટની તેજી જોવા મળી હતી. આ સેન્સેક્સના ઈતિહાસમાં સૌથી મોટી ઈન્ટ્રાડે રિકવરી છે. શુક્રવારે આખા દિવસના વેપારમાં કુલ 5400 પોઈન્ટનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આ પણ એક દિવસમાં બજારની સૌથી મોટી વધ-ઘટ માનવામાં આવે છે. વેપારના અંતમાં સેન્સેક્સ 1325 પોઈન્ટ વધીને 34,103 પોઈન્ટની સપાટીએ બંધ થયો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post