• Home
  • News
  • સેન્સેક્સ 285 અંક વધ્યો, નિફ્ટીએ 8360ની સપાટી વટાવી; ટાટા સ્ટીલ, એમએન્ડએમના શેરમાં તેજી
post

ટાટા સ્ટીલ, ઓએનજીસી, એક્સિસ બેન્ક, એમએન્ડએમ, એચડીએફસી સહિતના શેરમાં તેજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 10:53:16

મુંબઈઃ ભારતીય શેરબજારમાં મંગળવારે વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે સેન્સેક્સ 285 અંક વધી 28725 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 90 અંક વધી 8371 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, એમએન્ડએમ, એચડીએફસી, એક્સિસ બેન્ક અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસલેન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો અને મારૂતિ સુઝુકી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડાઉ જોન્સ, નેસ્ડેક અને એસએન્ડપી લગભગ તમામ બજારમાં તેજી

સોમવારે અમેરિકાના બજારની સાથે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 3.19 ટકા વધારાની સાથે 690.70 અંક વધી 22,327.50 પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાના બીજુ બજાર નેસ્ડેક 3.62 ટકા વધારાની સાથે 271.77 અંક વધી 7,774.15 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 3.35 ટકા વધારાની સાથે 85.18 અંક વધી 2,626.65 પર બંધ થયું હતું. ફ્રાન્સનું CAC 400.62 ટકા વધારાની સાથે 4,378.51 અંક પર બંધ થયું હતું.  

રિલાયન્સે પીએમ કેર ફન્ડમાં 500 કરોડ રૂપિયા આપ્યા

કોરોનાવાઈરસની વિરુદ્ધની લડાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પીએમ કેર ફન્ડમાં 500 કરોડ આપવાની જાહેરાત કરી છે. સાથે જ રિલાયન્સ 5-5 કરોડ રૂપિયા રિલાયન્સ મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત કોષમાં પણ આપશે. આ સિવાય 5 લાખ લોકોને અગામી 10 દિવસ સુધીમાં જમવાનું પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે 50 લાખ જેટલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.  આ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશને 100 બેડની પ્રથમ કોવડ-19 હોસ્પિટલ માત્ર 2 સપ્તાહમાં તૈયાર કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post