• Home
  • News
  • સેન્સેક્સ 528 અંક વધ્યો, નિફ્ટીએ 7950ની સપાટી વટાવી; રિલાયન્સ, એચડીએફસી બેન્કના શેર વધ્યા
post

રિલાયન્સ, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 10:37:08

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 528 અંક વધીને 27202 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 154 અંક વધી 7955 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર રિલાયન્સ, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે લાર્સન, ઈન્ડસલેન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતિ સુઝુકી અને ઓએનજીસી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

શેરબજાર મંગળવારે 1414 અંકના વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 5.58 ટકા કે 1450.71 અંક અને નિફ્ટી 4.91 ટકા કે 373.35 અંક વધી ખુલ્યો હતો. શરૂઆતની 45 મિનિટ બાદ બજારમાં થોડો વધારો-ઘટાડો શરૂ થઈ ગયો હતો. 35 મિનિટ બાદ બજાર ફરીથી ઉપર વધવા લાગ્યું હતું, જે બજાર બંધ થવા સુધી ચાલ્યું. સેન્સેક્સે 692.79 અંક કે 2.67 ટકાના વધારાની સાથે 26674.03 પર અને નિફ્ટીએ 190.80 અંક કે 2.51 ટકાના વધારાની સાથે 7801.05 પર કારોબાર ખત્મ કર્યો હતો. આ પહેલા સોમવારે કારોબારના અંતમાં સેન્સેક્સ 3934.72 અંક ઘટીને 25981.24 પર અને નિફ્ટી 1135.20 અંક ઘટીને 7,610.25 પર બંધ થયા હતા. આ સેન્સેક્સના ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post