• Home
  • News
  • સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમનો દાવો- 2024 પહેલાં બધાને વેક્સિન નહીં મળી શકે
post

પુનાવાલાની ટિપ્પણીએ અનેક રાજનેતાઓના દાવા સામે શંકા વધારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 08:50:48

ચાલુ વર્ષના અંતે કોવિડ-19 વેક્સિન બધા માટે ઉપલબ્ધ થવાની આશા પર પાણી ફેરવી નાખતાં દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપનીના પ્રમુખે કહ્યું કે 2024ના અંતથી પહેલાં બધાને આપવા માટે કોરોના વાઈરસ વેક્સિનનું નિર્માણ નહીં થઈ શકે.

એક ઈન્ટરવ્યૂમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદાર પુનાવાલાએ કહ્યું કે દવા કંપનીઓએ ઉત્પાદનમાં ઝડપથી વધારો નથી કર્યો. જેના લીધે દુનિયાની સંપૂર્ણ વસતીને ઓછા સમયમાં વેક્સિન લગાવવી મુશ્કેલ થશે. પુનાવાલાએ કહ્યું કે વિશ્વમાં બધાને વેક્સિન મળવામાં ચારથી પાંચ વર્ષનો સમય લાગી જશે. અદાર પુનાવાલાએ અગાઉ કહ્યું હતું કે જો કોરોના વેક્સિનના દરેક વ્યક્તિને બે ડોઝ આપવામાં આવે, જેમ કે ઓરી કે રોટા વાઈરસના મામલે થાય છે તો દુનિયાને 15 અબજ ડોઝની જરૂર પડશે.

પુનાવાલાની ટિપ્પણીએ અનેક રાજનેતાઓના દાવા સામે શંકા વધારી
વેક્સિન નિર્માણ અને વિતરણ અંગે પુનાવાલાની ટિપ્પણી મહત્ત્વપૂર્ણ છે. તેમનાં નિવેદનોએ અનેક રાજકીય નેતાઓ દ્વારા કરાતાં દાવા સામે શંકા વધારી દીધી છે, જેમણે આગામી મહિના સુધી વેક્સિન લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન એક ચિંતા એ પણ હતી કે યુરોપ અને અમેરિકા તરફથી પહેલાં અપાઈ ચૂકેલા મોટા ઓર્ડરના પરિણામસ્વરૂપે વિકાસશીલ દેશોને વેક્સિન મળવાની યાદીમાં નીચલા ક્રમે રખાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post