'કભી હા કભી ના' કિંગ ખાનની કારકિર્દીની ખાસ ફિલ્મ, ફિલ્મ રિલીઝ થવા પરની છે ઈન્ટરેસ્ટિંગ કહાની. શાહરૂખે જમીન પર બેસીને સાઈન કરી હતી આ ફિલ્મ, જે તેના કરિયરની બની વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ.
અમદાવાદઃ બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાનનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ કરતા વધુ સમયથી દબદબો રહ્યો છે. પહેલી
ફિલ્મ જ શાહરૂખ ખાનની સુપરહિટ રહી હતી અને ત્યારબાદ એક પછી એક સુપરહિટ અને
બ્લોકબસ્ટર ફિલ્મો શાહરૂખ ખાને આપી. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મોથી શાહરૂખને 'કિંગ ઓફ રોમાન્સ'નું ટાઈટલ મળ્યું પરંતું શાહરૂખ ખાનના કરિયરની એક એવી ફિલ્મ
છે જે શાહરૂખ ખાનના કરિયરની કલ્ટ ક્લાસિક ફિલ્મ કહેવાય છે જે ફિલ્મ સાઈન કરવાની
કહાની છે રસપ્રદ.
કુંદન શાહ શાહરૂખ ખાનથી થયા પ્રભાવિત
શાહરૂખ ખાને ટેલિવિઝનથી પોતાની કારકિર્દીથી શરૂઆત કરી હતી.
ફૌજી બાદ તેને 'ઉમ્મીદ' નામના ટીવી શોમાં કામ કર્યુ હતું. આ શોને પ્રોડ્યુસ કર્યો હતો 'જાને ભી દો યારો' ફેમ કુંદન શાહે. આ
શાહરૂખ ખાન અને કુંદનનો પહેલો પ્રોજેક્ટ સાથે હતો. તે સમયે શાહરૂખ ખાન અને કુંદન
શાહ વચ્ચે ફોર્મલ વાતચીત થતી રહેતી હતી. કુંદન શાહ શાહરૂખ ખાનના કામથી પ્રભાવિત
થયા હતા.
કુંદન શાહને શાહરૂખ સાથે કરવી હતી ફિલ્મ
કુંદન શાહ શાહરૂખ ખાનની સિરીયલ 'દૂસરા કેવલ'માં કામથી
પ્રભાવિત થયા હતા. શાહરૂખ ખાન ટેલિવિઝન છોડી ફિલ્મોમાં કામ કરવા લાગ્યા. શાહરૂખે
ત્યારે 'રાજુ બન ગયા જેન્ટલમેન' ફિલ્મ સાઈન કરી હતી. કુંદન શાહ શાહરૂખને મળવા પહોંચ્યા હતા. શાહરૂખને ખબર પડી
કે કુંદન શાહ કોઈ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. શાહરૂખ ખાને તે સ્ક્રીપ્ટ વાંચી
અને તેને પસંદ આવી તે 'કભી હા કભી ના'ની સ્ક્રિપ્ટ હતી. શાહરૂખ ખાને 'કભી હા કભી ના'માં કામ કરવાની તૈયારી બતાવી અને થોડા દિવસમાં તેનું શુટિંગ શરૂ કરવાના હતા.
માત્ર 25 હજારમાં સાઈન કરી 'કભી હા કભી ના'
'કભી હા કભી ના' નું શુટિંગ શરૂ
થાય તે પહેલા શાહરૂખ ખાને હેમામાલિનીની 'દિલ આશના હૈ', રાકેશ રોશનની ફિલ્મ 'કરણ અર્જુન'
સહિતની 5-6 ફિલ્મો સાઈન કરી હતી. શાહરૂખ ખાનને આટલો વ્યસ્ત
જોઈ પ્રોડ્યુસર કુંદન શાહ ચિંતિત થઈ ગયા. કુંદન શાહ વિચારતા હતા કે શાહરૂખ હવે
તેની ફિલ્મ કરશે કે નહીં કારણ કે કુંદન શાહ અને શાહરૂખ ખાન વચ્ચે આ ફિલ્મ માટે
માત્ર મૌખિક વાત થઈ હતી કોઈ લેખિત કરાર થયો નહોતો. એક દિવસ જૂહુની જાણીતી હોટલમાં 'દીવાના' ફિલ્મનું મુહૂર્ત શુટિંગ હતી. કુંદન શર્મા પણ ત્યા ગયા
પરંતું શાહરૂખ ખાન ભીડથી ઘેરાયેલા હતા. શાહરૂખે તેનો પહેલો શોટ પૂર્ણ કર્યો ત્યારે
કુંદનને મળ્યા. કુંદન શાહે શાહરૂખને પોતાની વ્યથા ઠાલવી. કુંદન શાહે
શાહરૂખને પૂછ્યું કે- 'તું આ સાઈનિંગ લેટર પર
સાઈન તો કરીશ ને?' શાહરૂખ ખાને તેના
હાથમાંથી લેટર લીધો અને જમીન પર બેસીને લેટર પર સહી કરી દીધી. ફિલ્મ સાઈન કર્યા
બાદ કુંદન શાહે શાહરૂખને 5 હજાર રૂપિયા એડવાન્સમાં
આપ્યા. મહત્વની વાત છે કે શાહરૂખે 'કભી હા કભી ના' માટે 25 હજાર રૂપિયા જ લીધા હતા.
ફિલ્મ રિલીઝ કરવામાં નડી મુશ્કેલી
કુંદન શાહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ' શાહરૂખ ખાનની 'કભી હા કભી ના' 'ડર' અને 'બાજીગર' પહેલા બનીને તૈયાર
થઈ ગઈ હતી. માનવામાં નહીં આવે પણ આ ફિલ્મને કોઈ ડિસ્ટ્રીબ્યૂટર ખરીદવા તૈયાર
નહોંતા જેથી રિલીઝ માટે ઘણો સમય લાગતો હતો.,
શાહરૂખ ખાનની આ ફિલ્મ મેઈનસ્ટ્રીમ ફિલ્મની કેટેગરીમાં આવતી
નહોંતી. શાહરૂખ ખાન સ્ટાર તો બની ગયા હતા પરંતું તેના નામ પર થિયેટરમાં ફિલ્મ જોવા
જતા રહે તે મુકામ મેળવવાનો બાકી હતો. શાહરૂખ ખાન બીજી ફિલ્મોના કામમા લાગી ગયો પણ
તેનું કામ 'કભી હા કભી ના' પર અટક્યુ હતું. શાહરૂખ ખાને પ્રોડ્યુસર વિજય ગિલાની સાથે વાત કરી. આ
વાતચીત બાદ શાહરૂખે વિજયની સાથે વિનસ ફિલ્મ્સની ભાગીદારીમાં 'કભી હા કભી ના'માં બોમ્બે
ટેરેટેરીના ડિસ્ટ્રીબ્યુશનના રાઈટ્સ ખરીદ્યા. 25
જાન્યુઆરી વર્ષ 1994ના દિવસે ફિલ્મ રિલીઝ થઈ.
આ વાતથી સાબિત થાય છે કે શાહરૂખ ખાન તેના કમિટમેન્ટથી કેટલો
ગંભીર રહ્યો છે. આ ફિલ્મની વાર્તા અને ગીતો આજે પણ લોકોના તેટલા જ પસંદગીના છે.