• Home
  • News
  • USમાં શૂટિંગ વખતે શાહરુખ ઇજાગ્રસ્ત:લોસ એન્જલસમાં નાક પર ઇજા થઈ, લોહી બંધ ન થતાં સર્જરી કરવી પડી, મુંબઈ શિફ્ટ કરાયો
post

'ઇટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, 'શાહરુખ હાલ લોસ એન્જલસમાં પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 18:09:47

બોલિવૂડના કિંગખાન શાહરુખ ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ 'જવાન'ને લઈને ચર્ચામાં છે. શાહરુખ પોતાની દરેક ફિલ્મના શૂટિંગ માટે ખૂબ જ મહેનત કરે છે. આવી સ્થિતિમાં લોસ એન્જલસમાં તેનું એક શૂટ પૂર્ણ થવાની તૈયારીમાં હતું. એ પૂર્ણ થાય એ પહેલાં અભિનેતાને નાક પર ઈજા થઈ હતી. શાહરુખને નાક પર ઈજાને કારણે ફિલ્મની ટીમે તેને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કર્યો હતો. જોકે હાલ શાહરુખ પ્રાથમિક સારવાર બાદ મુંબઈ પરત ફર્યો છે. એવા અહેવાલો પણ છે કે લોહી બંધ થતું ન હોવાથી અભિનેતાને નાની સર્જરી કરાવવી પડી હતી. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત
'
ઇટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, 'શાહરુખ હાલ લોસ એન્જલસમાં પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન શાહરુખ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેનું નાક ઈજાગ્રસ્ત થયું હતું. એને કારણે તેને તાત્કાલિક નાકની સર્જરી કરાવવી પડી હતી'. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરુખ હોસ્પિટલ ગયા બાદ ડોક્ટર્સે એક્ટરની ટીમને જાણ કરી હતી કે બ્લીડિંગ રોકવા માટે નાની સર્જરી કરાવવી પડશે. શાહરુખની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

અભિનેતાને નાકની સર્જરી કરાવવી પડી હતી.
સર્જરી બાદ કિંગખાન નાક પર બાંધેલી પટ્ટી સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સૂત્રોના મતે, શાહરુખ ખાન હાલમાં મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યો છે. જોકે હજુ સુધી તેની ટીમે એક્ટરના અકસ્માત અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. આ ઉપરાંત એક્ટરે પણ આ અંગે કોઈ માહિતી આપી નથી. તો બીજી બાજુ ચાહકો સતત શાહરુખના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.

31 વર્ષના ફિલ્મી કરિયર દરમિયાન શાહરુખ ખાને અનેકવાર સર્જરી કરાવી

1996 પાંસળીમાં ઇજા
'
ઈંગ્લિશ બાબુ દેસી મેમ' ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરુખની ત્રણ પાંસળી તૂટી ગઈ હતી. તે જલદી સ્વસ્થ થઈ ગયો અને બીજી ફિલ્મ ત્રિમૂર્તિનું શૂટિંગ શરૂ કર્યું હતું.
1997
ઘૂંટણની ઈજા
અરુણાચલ પ્રદેશમાં ફિલ્મ 'કોયલા'ના શૂટિંગ દરમિયાન શાહરુખનો ઘૂંટણ તૂટી ગયો હતો. આમ છતાં તેણે શૂટિંગ ચાલુ રાખ્યું અને જેના કારણે તેણે પાછળથી સર્જરી કરાવવી પડી.
1998
જમણો પગ
મણિરત્નમની 'દિલ સે'ના શૂટિંગ દરમિયાન તેને કૂદતી વખતે જમણા પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. ઓપરેશન કરવામાં આવ્યું હતું
1998
છાતીમાં ઈજા
'
ડુપ્લિકેટ' ફિલ્મના શૂટિંગ દરમિયાન કોસ્ચ્યૂમથી તેની છાતી પર ઊંડો ઘા થયો હતો. અનેક ટાંકા લેવામાં આવ્યા હતા
2001
જમણા પગની ઘૂંટીમાં ઇજા
'
વન ટુ કા ફોર'ના શૂટિંગ વખતે તેના જમણા પગની ઘૂંટી તૂટી ગઈ હતી.
2003
પીઠની ઇજા
'
શક્તિ - ધ પાવર'ના શૂટિંગ દરમિયાન તેને પીઠમાં ઈજા થઈ હતી. પાછળથી કરોડરજ્જુમાં સમસ્યા સામે આવી. આ ઈજાને કારણે તેણે 'કલ હો ના હો' નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં સર્જરી કરાવી હતી.
2010
માં ડાબો ખભો તૂટી ગયો
'
દુલ્હા મિલ ગયા'ના શૂટિંગ દરમિયાન તેનો ડાબો ખભો તૂટી ગયો હતો.
2010
માં ડાબા ખભામાં દુખાવો વધ્યો
'
માય નેમ ઈઝ ખાન'ના શૂટિંગ દરમિયાન ડાબા ખભામાં દુખાવો વધી ગયો હતો. આગળ જતાં ખભાની સર્જરી કરાવી હતી.
2011
જમણો ખભો
'
રા-વન'ના શૂટિંગ દરમિયાન જમણા ખભામાં ઈજા થઈ હતી. તેને સર્જરી કરાવવી પડી હતી.
2013
જમણો ખભો
'
ચેન્નઈ એક્સપ્રેસ'ના શૂટિંગ દરમિયાન જમણા ખભામાં દુખાવો વધી ગયો હતો. સર્જરી કરાવવી પડી.
2014
માં માથામાં ઇજા
'
હેપ્પી ન્યૂ યર' વખતે દરવાજો તેના માથા પર પડ્યો, જેના કારણે ખભામાં ફ્રેક્ચર થયું અને ઘૂંટણમાં ઈજા થઈ. સર્જરી કરાવવી પડી.
2015
ઘૂંટણ
સતત દુખાવાથી પરેશાન શાહરુખ ખાને ડાબા ઘૂંટણની આર્થ્રોસ્કોપી સર્જરી કરાવી હતી.

2017માં ઘૂંટણની સર્જરી શાહરુખ ખાન 'રઇસ' ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post