• Home
  • News
  • રેપો રેટમાં 0.75%નો ઘટાડો કરવામાં આવ્યો, 5.15% ઘટીને 4.4% થયો, તમામ લોન સસ્તી થશે
post

રેપો રેટ એ દર છે જેની પર RBI બેન્કોને લોન આપે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 11:04:02

મુંબઈઃ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ કરી છે. તેમણે રેપો રેટમાં 0.75 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ હવે 5.15 ટકાથી ઘટાડીને 4.4 ટકા કરવામાં આવ્યો છે. તેના પગલે તમામ પ્રકારની લોન સસ્તી થશે. મોનિટરી પોલીસી કમિટીના 6માંથી 4 સભ્યોએ રેટ કટના પક્ષમાં વોટ કર્યો હતો. કોવિડ-19ના કારણે વિશ્વમાં આર્થિક ગતિવિધિઓને અસર થઈ છે. કોવિડ-19ની અસર કેટલી થશે, તે હાલ ન કહી શકાય. જોકે ક્રૂડની કિંમત ઘટવાથી થોડી રાહત મળશે.

શું બોલ્યા RBI ગવર્નર : 

·         તમામ નિયમો અને સરકારની સલાહનું પાલન કરો તો કોવિડ-19 સામે મુકાબલો કરી શકશો.

·         દેશની ઈકોનોમિને કોરોનાની અસરથી બચાવવા સરકારે ઘણા પગલા ભર્યા.

·         આરબીઆઈની કોશિશ રહેશે કે સિસ્ટમમાં કેશની અછત ન સર્જાય.

·         બેન્ક અને નાણાંકીય સંસ્થાઓએ જરૂરિયાતમંદોને કેશ ઉપલબ્ધ કરાવવામાં પુરતુ ધ્યાન આપવું જોઈએ. 

·         કોરોનાને પગલે GDP અને મોંઘવારી દરના આઉટલુકને લઈને હાલ અનિશ્ચિતતા છે.


CRR પણ ઓછું થયું, બેન્કોમાં કેશ વધશે

·         કેશ રિઝર્વ રેશ્યો(CRR) 1 ટકાથી ઘટીને 3 ટકા કરવામાં આવ્યો. CRR ઘટવાથી  બેન્કોની પાસે વધુ કેશ રહેશે.

·         આરબીઆઈએ જે પગલા ભર્યા છે, તેનાથી સિસ્ટમમાં 3.74 લાખ કરોડ રૂપિયાની કેશ વધશે.

·         તમામ બેન્કોની ટર્મ લોનના EMIમાં 3 મહીનાની છુટ મળશે.   

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post