• Home
  • News
  • શિવસેના કાર્યકર્તાઓએ બાગી MLA તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો
post

તાનાજી સાવંત પરાંદા વિધાનસભા બેઠક પરથી શિવસેનાના ધારાસભ્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 14:53:18

મુંબઈ: પૂણેમાં શિવસેના કાર્યકર્તાઓએ બાગી ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં ભારે તોડફોડ મચાવી છે અને હોબાળો કર્યો છે. શિવસેના કાર્યકર્તાઓએ ઓફિસમાં તોડફોડ બાદ સ્પ્રે થી દીવાલ પર ગદ્દાર સાવંત લખ્યુ. તાનાજી સાવંત પરાંદા વિધાનસભા બેઠક પરથી શિવસેનાના ધારાસભ્ય છે.  શિવસેનાના કાર્યકર્તા જય શિવાજીના સૂત્રોચ્ચાર કરતા ધારાસભ્ય તાનાજીની ઓફિસમાં ઘૂસી ગયા અને તોડફોડ શરૂ કરી દીધી. આ હિંસા બાદ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે ધારાસભ્યોની બગાવત બાદ લોકોમાં આક્રોશ છે અને આને રોકી શકાય નહીં. તાનાજી સાવંતનો ઉલ્લેખ થવાથી સંજય રાઉતે ખૂબ આક્રમક ભાષાનો ઉપયોગ કરતા કહ્યુ કે તેઓ કોંગ્રેસમાંથી શિવસેનામાં આવ્યા હતા અને આ તેમનુ પહેલુ ધારાસભ્ય પદ છે. તેમણે કહ્યુ કે આવા લોકોના અમે કપડા ઉતારીને રસ્તા પર ઉભા કરીએ છીએ. તાનાજી સાવંત અત્યારે અસમના ગુવાહાટીમાં બાગી ધારાસભ્યો સાથે હાજર છે.

સંજય રાઉતે આ હિંસા પર કહ્યુ કે આ મહારાષ્ટ્રના લોકોનો ગુસ્સો છે. મહારાષ્ટ્રમાં આવુ ચાલતુ નથી, અને ગુસ્સો રહેવો પણ જોઈએ. આ શિવસેનાની આગ છે અને અમે આ આગને ક્યારેય શાંત થવા દેતા નથી. આ બાલાસાહેબ ઠાકરેએ અમને કહ્યુ છે. આ રાખ થવી જોઈએ નહીં. આ આગને સળગતી રાખવા માટે જે સમિધાની જરૂર છે તેને નાખતા રહેવુ જોઈએ.

શિવસેના નેતાએ કહ્યુ કે તમે અમારા ધારાસભ્યોનુ અપહરણ કરશો, તેમને સુરક્ષા આપશો અને અમે અમારો રોષ કાઢીશુ નહીં એમ? શુ આવુ થઈ શકે છે? શુ અમે નામર્દ છીએ, અમે નામર્દ નથી. બહુ તો બહુ શુ થશે, સત્તા જતી રહેશે. સત્તા અને બહુમત આવતા જતા રહે છે. સંજય રાઉતે કહ્યુ કે અસલી શિવસેના ઠાકરે નામ સાથે જોડાયેલુ છે. શિંદે, રાણે, ભુજબળ આ લોકો આવતા જતા રહે છે અને આવતા રહેશે અને જતા રહેશે. જો કોઈ કહે છે કે અમે બાલાસાહેબના ભક્ત છીએ તો તમને ભક્તિ કરો. પાર્ટી પર કબજો ના કરો. જો કબજો કરશો તો તલવારનો જવાબ તલવારથી આપવામાં આવશે.

સંજય રાઉતે કહ્યુ કે દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દે દખલ કરવાનુ ના પાડ્યુ. તેઓ એક વાર દગો ખાઈ ચૂક્યા છે. તેમણે કહ્યુ કે આ અમારો આંતરિક મુદ્દો છે. તે જો આ મુદ્દામાં પડશે તો તેમને સૌથી વધારે તકલીફ પડશે. સંજય રાઉતે કહ્યુ કે સેન્ટ્રલ પોલીસ મહારાષ્ટ્રના લોકોને સુરક્ષા કેમ આપી રહી છે, આ લોકો ગદ્દાર છે. આખરે સેન્ટ્રલ પોલીસ તેમને સુરક્ષા કેમ આપી રહી છે. સંજય રાઉતે કહ્યુ કે પીએમ મોદી અને અમિત શાહે મહારાષ્ટ્રના આ મુદ્દામાં પડવુ જોઈએ નહીં. 

·         

adv

Related News

post
post
post
post
post
post
post