• Home
  • News
  • શિવજીનું અનોખું મંદિર:વડ અને પીપળાના વૃક્ષ વચ્ચે સ્થિત છે મહાદેવનું મંદિર, ઝાડની અંદર જઈ કરવા પડે છે દર્શન
post

આ બંને પ્રાચીન વૃક્ષોની ડાળીઓ આશ્ચર્યજનક રીતે શિવના ધનુષ, ત્રિશુળ, ડમરુ અને ગળાના હાર એટલે કે સર્પનો આભાસ કરાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-10 11:42:37

બિહારના બગહામાં એક રહસ્યમય પ્રાકૃતિક મંદિર છે. આ મંદિર એક વડ અને પીપળાના ઝાડ વચ્ચે સ્થિત છે. પશ્ચિમી ચંપારણના ટડવલિયા ગામ સ્થિત આ મંદિરને જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામે છે. સદીઓ જૂના આ મંદિરમાં ભગવાન શિવની પૂજા થાય છે. માત્ર આટલું જ નહીં આ બંને પ્રાચીન વૃક્ષોની ડાળીઓ આશ્ચર્યજનક રીતે શિવના ધનુષ, ત્રિશુળ, ડમરુ અને ગળાના હાર એટલે કે સર્પનો આભાસ કરાવે છે.

આ ગામના રહેવાસી રઘુનાથ દ્વિવેદી, ગૌરી શંકર જયસ્વાલ, વિનોદ દ્રિવેદી અનુસાર તેમના પૂર્વજ કહેતા હતા કે આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે. પૂર્વજોએ જણાવ્યું હતું કે અહીં પહેલા જંગલ હતું. અહીં શ્રીયોગી હરિનાથ બાબા તપ કરતા હતા અને અહીં જ તેમણે જીવીત સમાધી લીધી હતી. સમાધી બાદ જ્યારે શ્રીયોગીના ઉત્તરાધિકારી ઉમાગિરી નાથ આ સ્થાન પર મંદિરનું નિર્માણ કરાવવા ગયા તો એક આશ્ચર્યજનક ઘટના બની. દિવસે મંદિર બનતુ અને રાતે જાતે જ ધ્વસ્ત થઈ જતું. ત્યાર બાદ મંદિર બનાવવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું.

જોકે સમાધી સ્થળ પર પહેલેથી જ એક શિવલિંગ હતું. ત્યાર બાદ તે શિવલિંગ પાસે વડ અને પીપળાનું ઝાડ લપેટાઈ ગયા અને તેની શાખાઓએ મંદિરનું સ્વરુપ ધારણ કરી લીધું. આજે આ મંદિરમાં જવા-આવવા માટે એક નાનકડો રસ્તો છે, જેમાં સહેજ ઝૂકીને અંદર જવુ પડે છે અને અંદર ત્રણ-ચાર લોકો બેસીને આરામથી પૂજા પણ કરી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post