• Home
  • News
  • શિવરાજે નરોત્તમ પાસેથી સ્વાસ્થ્ય વિભાગ લઈને સિંધિયા ગ્રૂપના પ્રભુરામને આપ્યું; ભાર્ગવને PWD અને દેવડાને નાણાં વિભાગ
post

જ્યોતિરાદિત્ય સિંધિયાના ફોઈ યશોધરા રાજેને સ્પોર્ટ્સ અને યુવા કલ્યાણ, ટેક્નોલોજી અને રોજગાર વિભાગ મળ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 11:27:58

ભોપાલ: શિવરાજ સિંહ ચૌહાણે મંત્રીમંડળ વિસ્તરણના 11માં દિવસે વિભાગોની વહેંચણી કરી દીધી છે. તેની સાથે જ તેમણે અમુક વિભાગોમાં ફેરબદલ પણ કરી છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પાસેથી સ્વાસ્થ્ય વિભાગ લઈને સિંધિયા સમર્થક ડૉ. પ્રભુરામ ચૌધરીને આપવામાં આવ્યું છે. સિંધિયા સમર્થકોને તેમની પસંદગીના વિભાગ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમની પાસે સામાન્ય પ્રશાસન, જનસંપર્ક, નર્મદા ખીણ વિકાસ જેવા વિભાગ રાખ્યા છે જે કોઈ અન્ય મંત્રી પાસે નથી.

ચોથી વાર મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર શનિવારે ગ્વાલિયર આવેલા શિવરાજ સિંહ ચૌહાણેસંભાગાયુક્ત કાર્યાલયમાં બેઠક પછી કહ્યું કે,રવિવારે નવા મંત્રીઓને વિભાગની સોંપણી કરી દેવામાં આવશે. રવિવારે તેમણે ભોપાલમાં દાવો કર્યો હતો કે આજે મંત્રીઓને વિભાગોની વહેંચણી કરી દેવામાં આવશે. જોકે અંતે લિસ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યું.

કેબિનેટ મંત્રી

ક્રમ

નામ

વિભાગ

કયા ગ્રૂપમાંથી

1

ગોપાલ ભાર્ગવ

લોક નિર્માણ, કુટીર અને ગ્રામ ઉદ્યોગ

પહેલાં પણ મંત્રી રહ્યા

2

વિજય શાહ

વન

પહેલાં પણ મંત્રી રહ્યા

3

જગદીશ દેવડા

વાણિજ્ય વિભાગ, નાણાં અને યોજના વિભાગ, આર્થિક અને સ્ટેટ્સ્ટિક

પહેલાં પણ મંત્રી રહ્યા

4

બિસાહૂલાલ સિંહ

ખાદ્ય અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા

કોંગ્રેસથી ભાજપમાં આવ્યા

5

યશોધરા રાજે

ખેલ અને યુવા કલ્યાણ, ટેક્નોલોજી શિક્ષા, કૌશલ વિકાસ અને રોજગાર

પહેલાં પણ મંત્રી રહ્યા

6

ભુપેન્દ્ર સિંહ

શહેરી વિકાસ અને આવાસ

પહેલાં પણ મંત્રી રહ્યા

7

એંદલ સિંહ કંસાના

જાહેર આરોગ્ય, મિકેનિક્સ

કોંગ્રેસથી આવ્યા, એક સમયે દિગ્વિયજની નજીક હતા

8

બ્રૃજેન્દ્ર સિંહ પ્રતાપ

ખનિજ સંસાધનો, શ્રમ વિભાગ

પહેલાં પણ મંત્રી રહ્યા

9

વિશ્વાસ સારંગ

તબીબી શિક્ષણ, ભોપાલ ગેસ દુર્ઘટના રાહત અને પુનર્વસન

પહેલાં પણ મંત્રી રહ્યા, શિવરાજના ખાસ

10

ઈમરતી દેવી

મહિલા અને બાળ વિકાસ

સિંધિયા ગ્રૂપમાંથી

11

પ્રભુરામ ચૌધરી

લોક સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ

સિંધિયા ગ્રૂપમાંથી

12

મહેન્દ્ર સિંહ સિસોદિયા

પંચાયત અને ગ્રામીણ વિકાસ

સિંધિયા ગ્રૂપમાંથી

13

પ્રદ્યુમન સિંહ તોમર

ઉર્જા

સિંધિયા ગ્રૂપમાંથી

14

પ્રેમ સિંહ પટેલ

પશુપાલન, સામાજિક ન્યાય અને નિશક્તજન કલ્યાણ

નવો ચેહરો

15

ઓમપ્રકાશ સકલેચા

સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, ટેક્નોલોજી

નવો ચેહરો

16

ઉષા ઠાકુર

પર્યટન, સંસ્કૃતિ અને અધ્યાત્મ

નવો ચેહરો

17

અરવિંદ સિંહ ભદૌરિયા

સહકારિતા, લોક સેવા પ્રબંધન

નવો ચેહરો

18

મોહન યાદવ

ઉચ્ચ શિક્ષા

નવો ચેહરો

19

હરદીપ સિંહ ડંગ

ઉર્જા અને પર્યટન

કોંગ્રેસમાંથી આવ્યો

20

રાજ્યવર્ધન સિંહ દત્તીગાંવ

ઔદ્યોગિક નિતિ, રોકાણ પ્રોત્સાહન

સિંધિયા ગ્રૂપમાંથી

રાજ્યમંત્રી

1

ભારત સિંહ કુશવાહ

બાગાયત અને ખાદ્ય પ્રોસેસીંગ, સ્વતંત્ર હવાલો, નર્મદા ખીણ વિકાસ

નવો ચેહરો

2

ઈંદર સિંહ પરમાર 

સ્કૂલ શિક્ષણ, સ્વતંત્ર પ્રભાર, સામાન્ય પ્રશાસન

નવો ચેહરો

3

રામખિલાવન પટેલ

પછાત વર્ગો અને લઘુમતી કલ્યાણ, સ્વતંત્ર હવાલોઆદિજાતિ કલ્યાણ, સ્વતંત્ર હવાલો, પંચાયત અને ગ્રામ વિકાસ

નવો ચેહરો

4

રામકિશોર કાંવરે

આયુષ, સ્વતંત્ર હવાલો, જળ સંસાધન

નવો ચેહરો

5

બ્રૃજેન્દ્ર સિંહ યાદવ

જાહેર આરોગ્ય

સિંધિયા ગ્રૂપમાંથી

ગિર્રાજ દંડોતિયા

ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ

સિંધિયા ગ્રૂપમાંથી

7

સુરેન્દ્ર ધાકડ

લોક નિર્માણ વિભાગ

સિંધિયા ગ્રૂપમાંથી

8

ઓપીએસ ભદૌરિયા

નાગરિક વિકાસ અને આવાસ

સિંધિયા ગ્રૂપમાંથી

પાંચ કેબિનેટ મંત્રી પહેલેથી

1

નરોત્તમ મિશ્રા

ગૃહ, જેલ, સંસદીય કાર્ય

પહેલાં પણ મંત્રી રહ્યા

2

તુલસી સિલાવટ

જળ સંસાધન, માછીમાર કલ્યાણ અને મત્સ્ય વિકાસ

સિંધિયા ગ્રૂપમાંથી

3

ગોવિંદ સિંહ

આવક, પરિવહન

સિંધિયા ગ્રૂપમાંથી

4

મીના સિંહ

આદિમ જાતિ કલ્યાણ, અનુસૂચિત જાતિ કલ્યાણ

પહેલાં પણ મંત્રી રહ્યા

5

કમલ પટેલ

કિસાન કલ્યાણ અને કૃષિ વિકાસ

પહેલાં પણ મંત્રી રહ્યા

ભાજપના 16 મંત્રી, 9 નવા ચેહરા, 2 જુલાઈએ 28 મંત્રીઓએ શપથ લીધા
મુખ્યમંત્રીએ તેમના મંત્રીમંડળમાં 2 જુલાઈએ 28 મંત્રીઓને સામેલ કર્યા હતા. મંત્રીમંડળ વિસ્તરણમાં ભાજપના 16 મંત્રીઓમાં 7 જૂના અને 9 નવા ચેહરા સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના બળવાખોર ગ્રૂપમાંથી કુલ 14 મંત્રી થઈ ગયા છે. આ વર્ષે માર્ચમાં કુલ 22 ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું છે.

શિવરાજના ચોથા કાર્યકાળામાં સીએમ સહિત 34 મંત્રી
2
જુલાઈએ મંત્રીમંડળના વિસ્તરણમાં 2 જુલાઈએ 28 મંત્રીઓએ શપથ લીધા. તેમાં 9 સિંધિયા ગ્રૂપના છે. 3 કોંગ્રેસ છોડીને પરત આવનાર નેતા છે. જ્યારે ભાજપના 16 ધારાસભ્યો મંત્રી બન્યા. શિવરાજ સરકારમાં અત્યારે 25 કેબિનેટ અને આઠ રાજ્યમંત્રી છે. મુખ્યમંત્રી મળીને 34 મંત્રી છે.

જાતિગત સમીકરણ
ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાંથી ગિર્રાજ દંડોતિયા (બ્રાહ્મણ), એંદલ સિંહ કંસાના (ગુર્જર), સુરેશ ધાકડ (કિરાજ સમાજ), ઓપીએસ ભદૌરિયા (ઠાકુર), મહેન્દ્ર સિંહ સિસોદિયા (ઠાકુર), ઈમરતી દેવી (અનુસૂચિત જાતિ), પ્રદ્યુમન સિંહ તોમર (ઠાકુર), ભારત સિંહ કુશવાહ (કુશવાહ સમાજ).

ગ્વાલિયર ચંબલથી 8 મંત્રી, અહીં 16 સીટો પર પેટાચૂંટણી
ગ્વાલિયર-ચંબલની 16 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થવાની છે. આ વિસ્તારમાં સિંધિયાની મજબૂત પકડ છે. અહીંથી 8 નેતા ગિર્રાજ દંડોતિયા, એંદલ સિંહ કંસાના, સુરેશ ધાકડ, ઓપીએસ ભદૌરિયા, મહેન્દ્ર સિંહ સિસોદિયા, ઈમરતી દેવી, પ્રદ્યુમન સિંહ તોમર, ભારત સિંહ કુશવાહ મંત્રી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post