• Home
  • News
  • શિવસેનાએ કહ્યું, ‘CBI તપાસમાં ખબર પડી કે સુશાંત એક ચારિત્ર્યહીન એક્ટર હતો, મુંબઈ પોલીસની તપાસ પર પ્રશ્નો કરનારા માફી માગો’
post

શિવસેનાએ ‘સામના’નાં સંપાદકીય લેખમાં લખ્યું, બિહાર ચૂંટણીમાં પ્રચાર માટે સુશાંત કેસને મુદ્દો બનાવી દીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 12:17:41

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં એમ્સનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી શિવસેનાએ રાજકારણ પર આરોપ મૂક્યા છે. સોમવારે પાર્ટીએ એક્ટરનાં મૃત્યુ પર પ્રશ્નો ઉઠાવતા લોકો પર નિશાન તાક્યું છે. એમ્સે પોતાના રિપોર્ટમાં આ આત્મહત્યા કહી છે. સામનાનાં સંપાદકીયમાં શિવસેનાએ સુશાંત માટે લખ્યું કે, CBIની તપાસમાં ખબર પડી કે, સુશાંત એક ચારિત્ર્યહીન અને ચંચળ કલાકાર હતો.

આ કેસમાં શિવસેનાએ રાજનીતિ પર આંગળી ચીંધીને લખ્યું કે, ‘બિહાર ચૂંટણીમાં પ્રચાર માટે કોઈ મુદ્દો નહોતો. આથી નીતીશ કુમાર અને ત્યાંના નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે. આ માટે રાજ્યના પોલીસ મહાનિદેશક ગુપ્તેશ્વરને વર્દીમાં તેમના ઈશારે નચાવ્યા અને છેલ્લે આ મહાશય નીતીશ કુમારની પાર્ટીમાં સામેલ થઇ ગયા, જેથી તેમની ખાખીનું વસ્ત્રાહરણ થઇ ગયું. મુંબઈ પોલસી તપાસ નથી કરી શકતી આથી CBIને બોલાવો, આવી બૂમો પાડનારા લોકો એક પ્રશ્નના પૂછી શક્યા કે, 40-50 દિવસોથી CBI શું કરી રહી છે? સુશાંત કેસને ભુનાકર મહાવિકાસ આધાડીની સરકાર અને મુંબઈ પોલીસનું મીડિયા ટ્રાયલ કરવામાં આવ્યું.

શિવસેનાએ પૂછ્યું, ‘શું હવે એમ્સના રિપોર્ટને પણ નકારશો?’
એમ્સના રિપોર્ટ પર લખ્યું કે, ‘ઠાકરીભાષામાં કહીએ તો સુશાંત આત્મહત્યા કેસ પછી ઘણા ગુપ્તેશ્વરને મહારાષ્ટ્ર દ્વેષનો ગુપ્તરોગ થઇ ગયો હતો, પરંતુ 100 દિવસ ખંજવાળીને પણ શું મળ્યું? એમ્સ હકીકત સામે લાવ્યું છે. અભિનેતાએ ફાંસી ખાઈને આત્મહત્યા કરી છે. તેનું મર્ડર થયું નથી. પુરાવાની સાથે આ સત્ય એમ્સના ડૉક્ટર સુધીર ગુપ્તા હકીકત સામે લાવ્યા છે. ડૉ. સુધીર શિવસેનાના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ નથી. મુંબઈ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. તેઓ એમ્સ ફોરેન્સિક વિભાગના હેડ છે. આ જ એમ્સમાં ગૃહ મંત્રી અમિત શાહની સારવાર થઇ અને સ્વસ્થ થઇને ઘરે આવ્યા. જે એમ્સ પર દેશના ગૃહમંત્રીને વિશ્વાસ છે, તે જ એમ્સે સુશાંતનો રિપોર્ટ આપ્યો છે તેને અંધભક્તો અવગણના કરશે?

કૂતરાંની જેમ ભસતી ચેનલોએ મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ
શિવસેનાએ લખ્યું, સુશાંતના મૃત્યુના 110 દિવસો થઇ ગયા છે. આ દરમિયાન મુંબઈ પોલીસની ઘણી બદનામી કરવામાં આવી. મુંબઈ પોલીસની તપાસ પર જેમણે પણ પ્રશ્નો કર્યા છે, તે રાજનેતાઓ અને કૂતરાંની જેમ ભસતી ચેનલોએ મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ. આ બધાએ હાથે કરીને મહારાષ્ટ્રની છાપને ખરાબ કરવાના પ્રયત્નો કર્યા છે. આ એક ષડયંત્ર જ હતું. મહારાષ્ટ્ર સરકારને જોઈએ છે કે તેઓ માનહાનિનો દાવો કરે.

નિષ્ફળતા પછી સુશાંતે ડ્રગ્સનો રસ્તો સ્વીકાર્યો હતો
શિવસેનાએ સુશાંત પર નિશાન તાક્યું. લખ્યું, ‘કોઈ યુવકનું આ રીતે મૃત્યુ થવું સારી વાત નથી. સુશાંત નિષ્ફળતા અને નિરાશાથી ગ્રસ્ત હતો. જીવનમાં અસફળતાથી તે પોતાને સંભાળી શક્યો નહિ. આ જ અસમંજસમાં તેણે માદક પદાર્થોનું સેવન શરુ કર્યું અને એક દિવસ ફાંસી લગાવીને સુસાઈડ કર્યું. મુંબઈ પોલીસ આ મામલે જીણવટપૂર્વક તપાસ કરી રહી હતી. મુંબઈ પોલીસ દુનિયાની સર્વોત્તમ પોલીસ ટીમ છે, પરંતુ મુંબઈ પોલીસ કશુંક છૂપાવી રહી છે, કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહી છે આવી વાતો ફેલાવવામાં આવી છે. તે દરમિયાન બિહાર જ નહિ પરંતુ દેશભરમા ગુપ્તેશ્વરોનો ગુપ્તરોગ વધી ગયો.

કંગના પર નિશાન સાધ્યું- કયા બિલમાં છૂપાઈ છે?’
કંગના માટે પણ ટિપ્પણી કરીને લખ્યું કે, ‘સુશાંતના મૃત્યના કેસને જેણે વેગ આપ્યો મુંબઈને પાકિસ્તાન અને બાબરની ઉપમા આપી, તે અભિનેત્રી હવે કયા બિલમાં છૂપાઈ છે? હાથરસમાં એક યુવતી પર બળાત્કાર કરી તેને મારી નાખવામાં આવી. ત્યાંની પોલીસે યુવતીનાં શરીરનું અપમાન કરી રાતના અંધરામાં ડેડબોડીના અંતિમ સંસ્કાર કર્યા. આ મામલે અભિનેત્રીએ આંખોમાં ગ્લિસરીન નાખીને પણ આંસૂ ન લાવ્યા.

વધુમાં શિવસેનાએ લખ્યું કે, સુશાંતના પટના નિવાસી પરિવારનો ઉપયોગ સ્વાર્થી અને લંપટ રાજનીતિ કરવા માટે કેન્દ્ર સરકારે તેની તપાસ જે ગતિએ CBIને આપી તેને જોઈને બુલેટ ટ્રેનની ઝડપ ઓછી થઈ ગઈ. મુંબઈ પોલીસે આ મામલે જે નૈતિકતા અને ગુપ્ત તરીકે તપાસ કરી તે એટલા માટે કે મૃત્યુનો તમાશો ન બને. પરંતુ CBIએ મુંબઈમાં તપાસ શરૂ કરી ત્યારે પહેલાં 24 કલાકમાં જ ગાંજો અને ચરસનો કેસ સામે આવી ગયો. CBIની તપાસમાં માલુમ પડ્યું કે સુશાંત એક ચારિત્ર્યહીન અને ચંચળ કલાકાર હતો. બિહારની પોલીસે હસ્તક્ષેપ કરવા આપ્યો તો કદાચ સુશાંત અને તેના પરિવારનું દરરોજ અપમાન થાત.

 

adv

Related News

post
post
post
post
post
post
post