• Home
  • News
  • શ્રદ્ધા કપૂરે જયા સાહા પાસેથી CBD ઓઈલ માગ્યું હતું, 'D' અને 'K' નામની ટોચની અભિનેત્રીઓ વચ્ચે ડ્રગ્સની વાતચીત થઈ હતી
post

તપાસ એજન્સી CBD ઓઈલ ક્યાંથી આવે છે તેની શોધમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-22 09:42:03

રિયા તથા સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ સોમવાર, 21 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરી હતી. NCBએ ડ્રગ્સ એંગલથી આ પૂછપરછ કરી હતી. રિયાની ચેટમાં જયા સાહાનું નામ સામે આવ્યું હતું. જોકે, હવે જયાની ચેટમાં શ્રદ્ધા કપૂર, D તથા K એમ ત્રણ નામો સામે આવ્યા છે. આ ઉપરાંત આ ચેટમાં SLB તથા અમિતનું નામ પણ સામે આવ્યું છે. SLB બોલિવૂડમાં જાણીતું નામ છે.

ન્યૂઝ ચેનલ રિપબ્લિકના અહેવાલ પ્રમાણે, જયાના વ્હોટ્સએપ ગ્રુપમાં બોલિવૂડના ટોચના સેલેબ્સ જોડાયેલા હતા. એક વ્હોટ્સએપ ગ્રુપમાં જયાએ બોલિવૂડની ટોચની એક્ટ્રેસિસ સાથે ડ્રગ્સ અંગે વાત કરી હતી. જયાના ફોનમાં આ બંનેના નામ 'D' તથા 'K' તરીકે સેવ કરવામાં આવ્યા હતા. 'D' હાલની બોલિવૂડની લીડિંગ એક્ટ્રેસમાંથી એક છે અને તે બોલિવૂડના ટોપ એક્ટર સાથે જોડાયેલી છે, જ્યારે 'K' એક્ટ્રેસ છે અને તેણે પોતાની કરિયરની શરૂઆત 90ના દાયકામાં કરી હતી અને 2000માં તે લીડિંગ એક્ટ્રેસ હતી.

ઓક્ટોબર 2017ની ચેટ સામે આવી
આ ચેટ 28 ઓક્ટોબર, 2017ની છે. આ ચેટમાં 'D''માલ' અંગે 'K' સાથે વાત કરી હતી અને 'K'એ જવાબ આપ્યો હતો કે તેની પાસે છે પરંતુ ઘરમાં છે. વધુમાં 'K' કહે છે કે તે અમિત પાસેથી માલ લઈ શકે છે. અમિતની પાસે માલ છે. 'D' સ્પષ્ટતા કરે છે કે તેને વીડ નહીં પણ હૅશ જોઈએ છીએ.

28 ઓક્ટોબર, 2017ના રોજ થયેલી વાતચીતઃ

·         સવારે 10.03 વાગે, DKને કહ્યું, તારી પાસે માલ છે?

·         સવારે 10.05 વાગે, Kએ જવાબ આપ્યોઃ હા મારી પાસે છે પરંતુ ઘરે છે. હાલમાં હું બાંદ્રામાં છું

·         સવારે 10.05 વાગે, Kએ લખ્યું: જો તું ઈચ્છે તો અમિતને પૂછી શકે છે

·         સવારે 10.07 વાગે, Dએ લખ્યું: હા... પ્લીઝ...

·         સવારે 10.08 વાગે, Kએ લખ્યું: અમિત તેની સાથે જ રાખે છે

·         સવારે 10.12 વાગે, Dએ લખ્યું: હૅશ છે ને?

·         સવારે 10.12 વાગે, Kએ લખ્યું: ના, વીડ છે

·         સવારે 10.14 વાગે, Kએ લખ્યું: કોકોની પાસે તું કેટલા વાગે આવીશ

·         સવારે 10.15 વાગે, Dએ લખ્યું: 11.30/12

·         સવારે 10.15 વાગે, Dએ લખ્યું: ત્યાં સુધી તે ક્યા છે?

·         Kએ લખ્યું: મને લાગે છે કે તેણે 11.30નું કહ્યું હતું, કારણ કે 12 વાગે તેને બીજી જગ્યાએ જવાનું છે.


ન્યૂઝ ચેનલ આજ તકે જયા તથા શ્રદ્ધા કપૂરની ચેટ અંગે વાત કરી હતી. આજ તકના અહેવાલ પ્રમાણે, આ ચેટમાં જયા કહે છે, 'જ્યારે તું નીચે આવે ત્યારે મને ફોન કરજે. હું નીચે આવીશ અને તને આપી દઈશ.' પછી જયા કહે છે, 'હેલ્લો, હું આજે તને CBD ઓઈલ મોકલી રહી છું.' આ વાત પર શ્રદ્ધા કહે છે, 'હાય, થેંક્યૂ.' જવાબમાં જયા સ્માઈલી મોકલે છે. ત્યારબાદ શ્રદ્ધા કહે છે, 'સાંભળ, SLBને મળવાની ઈચ્છા છે.' કહેવામાં આવી રહ્યું છે કે SLB બોલિવૂડનું મોટું નામ છે.

અન્ય ચેટમાં N, J તથા S સાથે થયેલી વાતચીતનો ખુલાસો
ટાઈમ્સ નાઉને મળેલી અન્ય એક ચેટમાં N, J તથા S નામની એક્ટ્રેસિસ વચ્ચેની વાતચીત છે, જેમાં N, Jને કહે છે, 'તે મને સારી ક્વોલિટીનું MD (ડ્રગ્સ) લેવાનું વચન આપ્યું હતું.' આપણે પાર્ટી કરીશું. તો JSને કહ્યું હતું, 'તું મને પેડલર કેવી રીતે બનાવી શકે. હું તો તને CBD ઓઈલ મોકલું છું.'

તપાસ એજન્સી CBD ઓઈલ ક્યાંથી આવે છે તેની શોધમાં
તપાસ એજન્સી આ કેસમાં જાણવા માગે છે કે આખરે જયા સાહા સેલેબ્સ માટે ક્યાંથી CBD ઓઈલ લાવતી હતી. એજન્સી SLB તથા અમિત અંગે પણ જયાને પૂછપરછ કરી શકે છે. આ બંનેના નામ ચેટમાં આવ્યા છે. જયાને બોલિવૂડ પાર્ટી, હૅશ તથા ડ્રગ પેડલર્સ અંગે સવાલો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જયાના વ્હોટ્સએપ ગ્રુપમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ છે.

આ પહેલા જયા-રિયાની ચેટ સામે આવી હતી
નોંધનીય છે કે આ પહેલા રિયા ચક્રવર્તી તથા ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટની ટેલેન્ટ મેનેજર જયા સાહાની ચેટને EDએ રિટ્રીવ કરી હતી. આ ચેટમાં જયાએ રિયાને કહ્યું હતું કે સુશાંતને CBD ઓઈલ આપવામાં આવે. ત્યારબાદ EDએ જયાની પૂછપરછ કરી હતી. જયાએ EDને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેણે ક્યારેય CBD ઓઈલ જેવું કંઈ જ સપ્લાય કર્યું નથી. જયાના મતે, સુશાંત સિંહ રાજપૂતે તેનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે. આ જ કારણે તેણે CBD ઓઈલ ચા કે કૉફી સાથે લેવાની સલાહ આપી હતી. આનાથી એક્ટરને રિલેક્સ થઈ શકે તેમ હતો. જયાએ EDને કહ્યું હતું કે સુશાંતને જે ઓઈલ લેવાની વાત કરી હતી તે પૂરી રીતે લીગલ છે. તે સરળતાથી શોપિંગ પોર્ટલ્સ પર મળી જાય છે. તેણે પણ ડિપ્રેશનમાં આ તેલનો ઉપયોગ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post