• Home
  • News
  • શટલર લક્ષ્ય સેન કેનેડા ઓપન જીત્યો:ચીનના લી શી ફેંગને હરાવ્યો; 67 વર્ષમાં માત્ર 2 ભારતીયોએ આ ચેમ્પિયનશિપ જીતી છે
post

લક્ષ્ય 1957 પછી કેનેડિયન ઓપનમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર માત્ર બીજો ભારતીય બન્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-11 19:20:22

લક્ષ્ય સેને કેનેડા ઓપનમાં મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. લક્ષ્યે મોડી રાત્રે કેલગરીમાં રમાયેલી ફાઈનલમાં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન ચીનની લી શી ફેંગને હરાવી હતી. ભારતના યુવા શટલરે 21-18, 22-20થી નેઇલ-બાઇટિંગ મેચમાં જીત મેળવી હતી.

વુમન્સ સિંગલ્સમાં જાપાનની અકાને યામાગુચી ચેમ્પિયન બની હતી. તેણે મોડી રાત્રે ફાઇનલમાં થાઇલેન્ડની રત્ચાનોક ઇન્તાનોનને 21-19, 21-16થી હરાવ્યું. યામાગુચીએ સેમિફાઇનલમાં ભારતની પીવી સિંધુને હરાવી હતી.

કેનેડિયન ઓપન જીતનાર બીજો ભારતીય
લક્ષ્ય 1957 પછી કેનેડિયન ઓપનમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર માત્ર બીજો ભારતીય બન્યો. તેની પહેલા 2016માં બી સાઈ પ્રણીતે પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. 2016માં જ મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જોડીએ મેન્સ ડબલ્સમાં પણ ખિતાબ જીત્યો હતો. 2015માં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની મહિલા ડબલ્સ જોડીએ ખિતાબ જીત્યો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં સંઘર્ષ કરવો પડ્યો હતો
ચીનની ફેંગ સામે લક્ષ્યની ફાઈનલ ઘણી રોમાંચક રહી હતી. લક્ષ્યે આક્રમણ ચાલુ રાખ્યું અને ફાઇનલમાં 21-18, 22-20ના માર્જિનથી જીત મેળવી. લક્ષ્ય સેનને ક્વાર્ટર ફાઇનલમાં ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સંઘર્ષ કરવો પડ્યો હતો, જ્યાં તેણે બેલ્જિયમના જુલિયન કારાગી સામે 57 મિનિટની મેચમાં 3 ગેમ રમ્યા બાદ જીત મેળવી હતી. લક્ષ્યે 21-8, 17-21 અને 21-10ના માર્જિનથી મેચ જીતી લીધી હતી.

તેણે પ્રથમ અને બીજા રાઉન્ડની બંને મેચ 31 અને 38 મિનિટમાં માત્ર 2 ગેમમાં જીતી લીધી હતી. સેમિફાઇનલમાં સેને જાપાનના કેન્ટા નિશિમોટોને માત્ર 44 મિનિટમાં 21-17, 21-14ના માર્જિનથી હરાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post